Education

ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

​બોટાદ વિસ્તારની ૭ જાણીતી કંપનીઓ દ્વારા વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાયા: આચાર્યશ્રી અને અધ્યાપકગણના માર્ગદર્શન હેઠળ સફળ આયોજન

​ગઢડા: ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડા ખાતે તા. ૦૮/૦૯/૨૦૨૬ ને મંગળવારના રોજ યુવાનોને રોજગારીના અવસરો પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી ‘કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારશ્રીના યુવાનોને રોજગાર પૂરો પાડવાના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ ધ્યેયને પરિપૂર્ણ કરવાના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.

​આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં વર્ષ ૨૦૨૫-૨૬માં સ્નાતક પૂર્ણ કરેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ હાલમાં સેમેસ્ટર-૫ માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ ક્ષેત્રોની કંપનીઓ સમક્ષ પોતાના ઇન્ટરવ્યુ આપ્યા હતા.

​કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્યશ્રી ડૉ. એચ. વી. સેંજલીયા દ્વારા કેમ્પસ ઇન્ટરવ્યુ માટે પધારેલા બોટાદ વિસ્તારની ૭ જેટલી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓનું શબ્દોથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

​પ્લેસમેન્ટ ડ્રાઇવમાં ઉપસ્થિત રહેલ કંપનીઓ અને તેમના પ્રતિનિધિઓ:
​P.M. ROAD PVT LTD: પી. એમ. વાઘાણી સાહેબ ​S.H. CONVENT SCHOOL: સિસ્ટર ટેસ્લીટ મેડમ સરદાર પટેલ વિદ્યાલય: મનોજભાઈ SARVAGRAM FINCARE: મહાવીરભાઈ જેબલીયા ​IIFL FINANCE: હિતેશભાઈ ડવ તથા ત્રિવેદી હાર્દિકભાઈ​AXIS BANK: સાંકળીયા રાજેશભાઈ​ACCUNO SERVICE: બોરીચા દર્શનભાઈ અને બોરીચા વિજયભાઈ
​આ સમગ્ર કાર્યક્રમનું સફળ અને સુઘડ આયોજન પ્લેસમેન્ટ સમિતિના કન્વીનર ડૉ. એ. ડી. લાણીયા, સહ-કન્વીનર ડૉ. એચ. એલ. મોરી તથા IQAC કો-ઓર્ડિનેટર ડૉ. આર. બી. કોઠારી તેમજ ડૉ. જે. એ. રાણા, ડૉ. આર. એ. વાઢેર, ડૉ. વી. એસ. ચૌધરી, ડૉ. સી. એ. ગોહેલ અને પ્લેસમેન્ટ કો-ઓર્ડિનેટર ગોહિલ મહેશભાઈ તથા રોનકભાઈના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *