Latest

જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા

​જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગરમાં બ્રહ્મા સોશિયલ ગ્રુપે સતત 18મા વર્ષે મોદક સ્પર્ધાની પરંપરા જાળવી રાખી.

જામનગર શહેરમાં બ્રહ્મા સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે સતત 18મા વર્ષે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આજકાલના બાળકો જંક ફૂડથી દૂર રહે અને જૂની પરંપરાઓ જળવાઈ રહે તેવા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકોની 5, બહેનોની અને ભાઈઓની એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી. મહિલાઓની સંખ્યા 14, પુરુષોની સંખ્યા 13 અને સીનિયર સિટીઝનની સંખ્યા 12 મળીને કુલ 44 સ્પર્ધકો હતા. પ્રથમ ત્રણ વિજેતાઓને કેશ પ્રાઈઝ (રોકડ પુરસ્કાર) અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દરેક સ્પર્ધકને 100 ગ્રામનો લાડુ અને દાળ આપવામાં આવ્યા હતા. જે લાડુ ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘી વગેરે ઉમેરીને બનાવવામાં આવ્યા હતા. ગણેશ ચતુર્થીના નિમિત્તે ભગવાન ગણેશના પ્રિય એવા લાડુ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *