Breaking NewsLatest

અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લાના 12 ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરતા અમદાવાદ કલેક્ટર. આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલ કોઈપણ ને છોડવામાં નહીં આવે: કલેક્ટર સાંગલે.

અમદાવાદ: જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લાના 12 ઇસમો સામે ફોજદારી કાર્યવાહી કરી છે. કલેક્ટરશ્રીની અધ્યક્ષતા હેઠળની સમિતિના નિર્ણય બાદ વાડજ પોલીસ સ્ટેશન ખાતે સાત વ્યક્તિઓ સામે અને સોલા પોલીસ સ્ટેશન ખાતે પાંચ વ્યક્તિઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત એફ.આઈ.આર. નોંધવામાં આવી છે.

જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલેના જણાવ્યા મુજબ હેબતપુરની 28 કરોડ 47 લાખ બજાર કિંમતની 16,752 ચોરસ મીટર જમીન અને વાડજની 6 કરોડ 17 લાખ બજાર કિંમતની 4046 ચોરસ મીટર જમીન પર ગેરકાયદે કબજો કર્યાનો કુલ 12 વ્યક્તિઓ પર આરોપ છે.

સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે દબાણ કરી નફો રળતા તત્વો સામે જિલ્લા વહિવટી તંત્રએ લાલ આંખ કરી છે.

કલેકટરશ્રીએ વધુમાં કહ્યું છે કે, અમદાવાદ જિલ્લામાં જમીન કૌભાંડો કરતા આવા કોઈપણ ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા 2020 અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થયે 10 થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે…
……

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *