પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજેન્દ્દ વી.અસારી ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એચ.બી.ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ. શ્રી આર.એ.વાઢેર, શ્રી પી.ડી.ઝાલા, શ્રી વી.સી.જાડેજા, શ્રી વી.બી.ચૌધરી તથા એલ.સી.બી સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રીના તહેવાર દરમિયાન લાવવામાં આવતાં વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
તા.૧૪/૧૦/૨૦૨૬ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર, મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, ’’ તરેડી ગામથી સથરા જવાના રસ્તે રવિભાઇ છનાભાઇ ભીલ તથા ઘનશ્યામભાઇ છનાભાઇ ભીલ રહે.હાલ સથરા વાડી વિસ્તાર મુળ નીચા કોટડાવાળાઓએ કોઇ ભાણુભા નામના ઇસમ પાસેથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી પોતાના કબ્જા ભોગવટાની વાડીમાં અલગ અલગ જગ્યાએ સંગ્રહ કરી રાખી વેંચાણ કરે છે.’’ જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ કંપની સીલપેક બોટલો/પાઉચ/બિયર ટીન મળી આવેલ. જેથી આ અંગે ભાવનગર, મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આરોપીઃ–*
1. રવિભાઇ છનાભાઇ ભીલ રહે. સથરા તા.મહુવા જી.ભાવનગર મુળ-નીચા કોટડા તા.મહુવા જી.ભાવનગર (પકડવાના બાકી)
2. ઘનશ્યામભાઇ છનાભાઇ ભીલ રહે.નીચા કોટડા તા.મહુવા જી.ભાવનગર (પકડવાના બાકી)
3. ભાણુભા નામનો વ્યકિત (પકડવાના બાકી)
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
1. 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કી 750 ML બોટલ નંગ-૧૨૦ ( પેટી નંગ-૧૦) કિ.રૂ.૬૭,૮૦૦ /-
2. 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૧૦૫૬ (પેટી નંગ-૨૨) કી.રૂ.૧,૩૨,૦૦૦ /-
3. ગ્રીન લેબલ બ્લેન્ડ વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૫૨૮ (પેટી નંગ-૧૧) કી.રૂ,૬૬,૦૦૦ /-
4. ગ્લોબસ ગ્રીન પ્રીમિયમ વ્હીસ્કી ૧૮૦ ML બોટલ નંગ-૧૪૪ (પેટી નંગ-૩) કી.રૂ.૧૮,૦૦૦ /-
5. ગ્લોબસ ગ્રીન પ્રીમિયમ વ્હીસ્કી ૧૮૦ ML પાઉચ નંગ-૪૮ (પેટી નંગ-૧) કી.રૂ.૩,૮૪૦ /-
6. રોયલ ક્લાસિક વ્હીસ્કી ૧૮૦ ML પાઉચ નંગ-૧૪૪ (પેટી નંગ-૩) કી.રૂ.૧૧,૫૨૦/-
7. કિંગફિશર રીગલ સ્ટ્રોંગ પ્રીમિયમ ૫૦૦ ML બિયર ટીન નંગ-૧૯૨ (પેટી નંગ-૮) કી.રૂ.૨૪,૦૦૦-
8. રવિભાઇ છનાભાઇ ભીલના નામનુ આધાર કાર્ડની નકલ, સથરા ગામ ખાતા નં.૭૩૩ સર્વે નં.૧૩૫ પૈકી ૨ લખેલ જમીનની ૭, ૧૨, ૮(અ)ની નકલ
9. સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.૫,૦૦૦/-
10. બ્લ્યુ કલરનું સુઝુકી કંપનીનું એકસેસ સ્કુટર રજી. નં.GJ-04-EG-5 કી.રૂ.૫૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩,૭૮,૧૬૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
પોલીસ ઇન્સ. શ્રી એચ.બી.ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.શ્રી આર.એ. વાઢેર, શ્રી પી.ડી.ઝાલા, શ્રી વી.બી.ચૌધરી તથા સ્ટાફના દિલુભાઇ આહિર, અશોકભાઇ ડાભી, શૈલેષભાઇ રાઠોડ, હરપાલસિંહ સરવૈયા,ધ્રુવદેવસિંહ ગોહિલ, વિજયભાઇ બારૈયા,વિશ્વજીતસિંહ ઝાલા
















