Crime

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

બરવાળામાંથી મહેબૂબ અને મુસ્તફા પઠાણ પકડાયા, યુવતીઓ મુક્ત કરાઈ

ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરા અને એક યુવતીનું અપહરણ થતા ચકચાર મચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી માત્ર પાંચ કલાકમાં બંને આરોપીઓને બરવાળામાંથી ઝડપી પાડ્યા હતા.

અપહરણ કરાયેલી સગીરા અને યુવતીને સુરક્ષિત રીતે મુક્ત કરાવી તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી.ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદીની સગીરવયની દીકરીને લગ્નની લાલચે મહેબૂબ બફાતીશા પઠાણ અને મુસ્તફા બફાતીશા પઠાણ નામના આરોપીઓએ અપહરણ કરી ભગાડી હતી. આ ઉપરાંત, એક પુખ્ત વયની યુવતી પણ આ જ આરોપીઓ સાથે ગઈ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી હિન્દુ ધર્મના અને આરોપીઓ અલગ ધર્મના હોવાથી આ મામલો સંવેદનશીલ બન્યો હતો.

ટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. દહિયાની આગેવાનીમાં ઉમરાળા પોલીસ અને એલ.સી.બી.ની ચાર અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં ભાળ ન મળતા, તપાસનો વ્યાપ વધારી હ્યુમન અને ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરાયો. આરોપીઓ સગીરા અને યુવતી સાથે બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની બાતમી મળતા બરવાળા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી.

પોલીસે પાંચ કલાકમાં જ બરવાળામાંથી બંને આરોપીઓને પકડી પાડી, સગીરા અને યુવતીને સુરક્ષિત મુક્ત કરાવી હતી.પોલીસની આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીને કારણે બંને યુવતીઓનું તેમના પરિવાર સાથે પુનઃમિલન થયું હતું.પરિવારજનોએ ભાવનગર રેન્જ આઈ.જી.પી., પોલીસ અધિક્ષક તેમજ સમગ્ર ઓપરેશનમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સફળ ઓપરેશનમાં ઉમરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.પી. બારડ અને તેમની ટીમ, એલસીબી પીઆઈ એમ.એમ. સરવૈયા, પીએસઆઈ પી.ડી. ઝાલા અને તેમની ટીમ, બરવાળા પીએસઆઈ વિજય ટાંક, પીએસઆઈ સરવૈયા અને તેમની ટીમ, વલ્લભીપુર પોલીસ ટીમ અને ટેક્નિકલ સેલ ભાવનગરની ટીમ સક્રિયપણે જોડાઈ હતી.

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ કાલુપુરમાં ટુ-વ્હીલર ચાલક સાથે લૂંટનો ભેદ ઉકેલતી LCB ઝોન-૩, બે રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના કાલુપુરમાં ગત રવિવારે વહેલી સવારે એક…

પીયાગો કંપનીની લોડીંગ છકડામાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી કરતા ઈસમને ઝડપી પાડતી અંબાજી, બનાસકાંઠા પોલીસ.

શ્રી પરીક્ષિતા રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક બનાસકાંઠા રેન્જ તથા શ્રી પ્રશાંત સુંબે,…

1 of 42

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *