(અમિત પટેલ.અંબાજી)
ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર પોલીસ હોવા છતા દારૂની લાઈન ને લઈને શરુ થયેલો વિવાદ હવે રાજસ્થાન ગૃહ વિભાગ માટે માથાનો દુખાવો બની ગયો છે,એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા સિરોહી એસપી વિરુદ્ધ નું નિવેદન અને ત્યારબાદ 21 લાખ ની રકમ થી શરુ થયેલો વિવાદ હવે આબુરોડ પોલીસ સ્ટેશન ના 3 પીઆઇ સુધી આવી ગયો છે અને 7 તારીખે રાત્રે સિરોહી એસપી ની બદલી થયા બાદ 9 જૂનના રોજ રેન્જ આઇજી દ્વારા 6પીઆઇ ની બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેમા 3 પીઆઇ તો આબુરોડ ના વિવિધ પોલીસ સ્ટેશન ના છે,છાપરી બોર્ડર પર ફોલ્ડર દ્વારા ગાડીઓ ની લાઈન ચલાવવી સહિતની બાબતો ભારે શંકાસ્પદ જોવા મળી હતી
માવલ બોર્ડર,જાંબુડી બોર્ડર અને છાપરી બોર્ડર સિરોહી જીલ્લામાં આવે છે અને થોડા મહિનાઓ પહેલા સિરોહીના મહિલા એસપી પૂજા અવાના ની બદલી બાદ નવા એસપી તરીકે હિમ્મત અભિલાષ ટાંક આવ્યા હતા પણ નવાઈની વાત એ હતી કે તેમના આવ્યા બાદ આબુરોડ પીંડવાડા ના ભાજપ ના ધારાસભ્ય સમારામ ગરાસીયા દ્વારા સિરોહી એસપી ની કામગીરી ને લઈને પ્રશ્નો ઉભા કરાયા હતા અને સિરોહી જીલ્લાથી ગુજરાત મા ગેરકાયદેસર દારૂ ની લાઈનો ચાલતી હતી તે બાબતે પત્ર લખ્યો હતો અને આજથી 10 દિવસ અગાઉ આબકારી વિભાગે ભુજેલા ગામે થી ગોડાઉન માથી અંદાજે 2 કરોડનો વિદેશી દારૂ ઝડપી પાડી સિરોહી પોલીસ અને એસપી ની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા ત્યારબાદ આ સમગ્ર ઘટનાની ન્યાયીક તપાસ માટે આઇજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી જેમાં સિરોહી ખાતે એક પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એસપી પર જે આક્ષેપો કરવામાં આવ્યાં હતાં અને ત્યારબાદ 21 લાખ નું દેવુ ચૂકવવા માટે ઉછીના લીધેલા નાણાં સહીત મા જાણવા મળ્યું કે હિમ્મત અભિલાષ ટાંક દોષીત થયા હતા
@@7 જૂને એસપી ગયા અને 9 જૂને 3 પીઆઇ ગયા @@
સિરોહી એસપી ના મામલામાં જાણવા મળ્યુંકે તેમની કામગીરી શંકાસ્પદ લાગતા તાત્કાલીક કિશનગઢ ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ જોધપુર થી નવા એસપી તરીકે ધર્મેન્દ્રસિંહ આવ્યા છે,7 જૂનના રોજ સિરોહીના વિવાદિત એસપી હિમ્મત અભિલાષ ટાંક ની બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ 9 જૂન ના રોજ આબુરોડ ના 3 પોલીસ સ્ટેશન ના 3 પીઆઇ ને એકસાથે બદલી કરતા હાહાકાર મચી જવા પામ્યો છે જેમા રિકો પોલીસ સ્ટેશન ના પીઆઇ રાણસીંહ/માનસીંહ ની જેસલમેર ખાતે બદલી કરાઈ છે જયારે આબુરોડ સદર પોલીસ સ્ટેશન ના પીઆઇ દેવીસિંહ/અલીદાસસિંહ ની પણ જેસલમેર ખાતે બદલી કરાઈ છે જયારે આબુરોડ સીટી પોલીસ સ્ટેશન ના પીઆઇ ઓમપ્રકાશ /મોહબતરામ ની બાડમેર ખાતે બદલી કરવામાં આવી છે આમ કુલ 6 પીઆઇ ની બદલી આઇજી નવજ્યોતી ગોગોઈ જોધપુર દ્વારા કરવામાં આવી છે
@@ છાપરી,જાંબુડી અને માવલ ચોકી રહી વિવાદિત @@
9 જૂનના રોજ થયેલા બદલી ઓર્ડર મા કુલ 6 પીઆઇ ની બદલી કરવામા આવી છે જેમા આબુરોડ ખાતે આવેલા 3 પોલીસ સ્ટેશન ના 3 પીઆઇ ની બદલી થતા સિરોહી પોલીસ મા ભૂકંપ આવી ગયો હતો ,આ 3 પોલીસ સ્ટેશન ના પીઆઇ જાંબુડી,છાપરી અને માવલ બોર્ડર પરની કામગીરી ને લઈને વિવાદોમાં જોવા મળ્યા હતા,આ વિસ્તારો પાસે આવેલી હોટલો અને ચોકીઓ વિવાદીત રહી હતી અને હજી વધુ તપાસ થાય તો હજી મોટામોટા માથાઓના નામ બહાર આવી શકે તેમ છે
@@ અમીત પટેલ દ્વારા ઉચ્ચ કક્ષા એ ફરીયાદો કરવામાં આવી હતી @@
અમિત પટેલ દ્વારા સિરોહી જીલ્લામાં ચાલતી લાઈનો ને લઈને ઉચ્ચ કક્ષા સુધી આધાર પુરાવા સાથે ફરીયાદો કરવામાં આવી હતી અને બોર્ડર પાસે આવેલી હોટલ અને બારો મા પણ જે લાલિયાવાડી ચાલતી હતી તેની પણ રજૂઆત કરી હતી ,હજુ પણ પોલીસ વિભાગ મા ઘણા પોલીસ જવાનો સામે કાયદાકીય પગલાં ભરાઈ શકે છે,અંબાજી થી આબુરોડ માર્ગ પર આવેલી કેટલીક હોટલોમાં જુગાર અને વેશ્યાવૃત્તિ ધમધમી રહી છે આ સિવાય ઓર ગામમાં પણ અનૈતીક પ્રવુતિઓ વધવા પામી છે