Breaking NewsLatest

સિરોહી એસપીએ દેવીલાલ ને સસ્પેન્ડ કર્યો, આબુરોડ રિકો પોલીસ સ્ટેશનમા સન્નાટો

(અમિત પટેલ.અંબાજી)
રાજસ્થાન મા પૂર્વ સિરોહી એસપી હિંમત અભિલાષ ટાંક ની બદલી થયા બાદ એક બાદ એક નવા નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે ત્યારે આજે નવા આવેલા એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવ દ્વારા આબુરોડ રિકો પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવતાં પોલીસ બેડા મા હાહાકાર મચી જવા પામ્યો હતો.
સિરોહી થી સરૂપગંજ હાઇવે પર ભુજેલા ગામ પાસે આબકારી વિભાગે 2 કરોડ નો વિદેશી દારૂ પકડી સિરોહી થી ગૂજરાત મા ચાલતા લાઇન નેટવર્ક નો પર્દાફાશ કર્યો હતો ત્યારબાદ સિરોહી એસપી હિંમત અભિલાષ ટાંક ની રાજસ્થાન ગૃહ વિભાગ દ્વારા બદલી કરવામાં આવી હતી ત્યારબાદ આબુરોડ ના તમામ પોલીસ સ્ટેશન ના પીઆઈ ની બદલી કરાઈ હતી અને આજે નવા આવેલા એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવ દ્વારા આબુરોડ રિકો પોલીસ સ્ટેશન મા ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ દેવિલાલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જૂના કેસ ના સબંધ મા બદલી કરાઈ હોવાની માહીતી મળી છે, આબુરોડ પોલીસ સ્ટેશન ના કેટલાક પોલીસ કર્મીઓની એસીબી મા ફરીયાદ પણ થયેલ છે, અમીત પટેલ પત્રકાર દ્વારા રાજસ્થાન પોલીસમા ચાલતા લાઇન નેટવર્ક નો ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આધાર પુરાવા સાથે ફરીયાદ કરવામાં આવી હતી, હજુ પણ કેટલાક પોલીસ કર્મીઓ પર ગાઝ આવે તેવી સંભાવના જોવાઇ રહી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *