Breaking NewsLatest

NCC યોગદાન કવાયતના બીજા તબક્કાનો આરંભ કરતું ગુજરાત NCC નિદેશાલય

અમદાવાદ: દેશમાં એપ્રિલ 2021માં શરૂ થયેલા કોવિડ-19 મહામારીના બીજા ચરણના કારણે સમગ્ર સરકારી વ્યવસ્થાતંત્ર સમક્ષ આ રોગચાળાના ઉપદ્રવના પ્રારંભિક ચરણની સરખામણીએ સંખ્યાબંધ પડકારો આવ્યા છે. બીજા ચરણના હુમલાના કારણે આરોગ્ય વિભાગ ખૂબ જ તણાવ હેઠળ આવી ગયો હતો. મે મહિના દરમિયાન ગુજરાતના આરોગ્ય આયુક્તાલય, તબીબી સેવાઓ, તબીબી શિક્ષણ અને સંશોધન દ્વારા આરોગ્ય મંત્રાલયના પ્રયાસોમાં વૃદ્ધિ કરવા માટે સ્વેચ્છાએ NCC કેડેટની નિયુક્તિ કરવાના સંદર્ભમાં ગુજરાત NCC નિદેશાલયનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પડકારજનક સ્થિતિ હોવા છતાં પણ, ગુજરાત NCC નિદેશાલયના સંખ્યાબંધ કેડેટ સમાજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે આ નિઃસ્વાર્થ સેવાકાર્યમાં સ્વેચ્છાએ જોડાયા હતા. NCC મહાનિદેશક પાસેથી મંજૂરી પ્રાપ્ત થયા પછી 35 ગુજરાત બટાલિયન NCCના પંદર સ્વયંસેવક કેડેટને જરૂરી તકેદારીઓ અને કોવિડ-19 પ્રોટોકોલના પાલન સાથે, 16 જૂન 2021થી બનાસકાંઠા જિલ્લા ખાતે પાલનપુર, દાંતીવાડા અને ડીસાના તાલુકાઓમાં જિલ્લા આરોગ્ય સત્તામંડળની મદદ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. એસ.એમ. દેવે આ પગલાંની ખૂબ જ પ્રશંસા કરી હતી અને વ્યક્તિગત રીતે આ તમામ કેડેટ સાથે સંવાદ કર્યો હતો. સંબંધિત તાલુકાઓના તાલુકા આરોગ્ય અધિકારીઓએ કેડેટ્સને તેમની આગામી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. તેમને 18-44 વર્ષના વયજૂથના લોકોના રસીકરણની નોંધણીમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. સ્વયંસેવકોના આ પ્રયાસોને નાગરિકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *