આજના સમયમાં જ્યારે વિશ્વ કેન્સર ની બીમારી સામે ઝઝૂમી રહ્યું છે અને તેની સારવાર ના સંશોધન માટે લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાની તત્વ કોલેજ પણ આમાં સહભાગી બની છે.
અરવલ્લી જિલ્લાની પનોતી પુત્રી એવી “ત્વિષા ચૌધરી”જેને હાલમાં પદ્મશ્રી માટે નામાંકિત કરવામાં આવી છે અને જે હાલમાં કેન્સર માટે સંશોધન કરી રહી છે. તેના આ કામમાં પ્રેરક બળ પુરુ પાડવા અને મદદરૂપ થવા માટે તત્વ ઈજનેરી કોલેજ, મોડાસા સહભાગી થઇ છે. અને સંશોધન કરવા માટે લેબોરેટરી તથા જરૂરી એવા કેમિકલ્સ પૂરા પાડી તેનો ઉત્સાહ વધાર્યો છે .
ત્વિષા ચૌધરી- જે મેઘરજ તાલુકાના ગોઢા ગામની વતની છે અને તેણી એ ઇસરોની આઇ.એસ.ઓ જેવી પરીક્ષા પાસ કરેલ છે. તથા ઇસરોના માષૅ(મંગળ) પ્રોજેક્ટમાં પણ કામ કરી ચૂકેલ છે.
હાલ કેન્સર માટે નવા પ્રકારની દવા બનાવવા પ્રયાસ કરી રહી છે જેમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ નો ઉપયોગ કરી ઈલાજ કરવામાં આવશે.
આ સંશોધન ના પ્રયાસમાં ત્વિષા ચૌધરી સફળ થાય અને વિશ્વના કેન્સરના દર્દીઓને તેનો લાભ મળે એવી તત્વ ઈજનેરી કોલેજ, મોડાસાના કેમ્પસ ડાયરેક્ટર જયદત્તસિંહ પુવાર તથા પ્રિન્સિપાલ ડોક્ટર કિરણ દરજી એ શુભેચ્છા આપી હતી.