શકિત ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે હાલમાં અંબાજી ખાતે ભકતોનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે ભક્તો અંબાજીના માર્ગો પર અંબાજી દૂર હે જાના જરૂર હે ના નાદ સાથે આવી રહ્યા છે અને અંબાજી ખાતે અંબિકા ભોજનાલય ખાતે ભોજન પ્રસાદી નો લાભ લઇ રહ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓ થી અંબાજી ખાતે અંબિકા ભોજનાલય નુ સંચાલન જય જલીયાણ સદાવ્રત તરફથી કરવામાં આવે છે અને ભકતોને સારામાં સારું ભોજન વીના મૂલ્યે આપવામાં આવે છે.
આ અંબિકા ભોજનાલય ખાતે વિવિઘ મહાનુભાવો અને ભક્તો ભોજન પ્રસાદી લેવા આવી રહ્યા છે ત્યારે આજે બપોરે અંબાજી મંદિરની ભોજનાલય ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લઘુબંધુ શ્રી પંકજભાઈ મોદી આજરોજ જલીયાણ સદાવ્રત ની મુલાકાત લીઘી યાત્રિકોને ભોજન પીરસવા નો લાભ લીઘો હતો,તેમની સાથે કથા ના ભક્તો પણ હાજર રહ્યા હતા અને જય જલીયાણ સદાવ્રત ના હિતેશ ભાઈ ઠકકર પણ હાજર રહ્યા હતા
અંબાજી રાજે શ્રી પી પૂજારી