Breaking NewsLatest

ગૂજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ માં અંબા ના દર્શન કર્યાં

શકિત ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે ત્યારે અંબાજી ખાતે વિવિઘ મહાનુભાવો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે આજે સવારે અંબાજી મંદિર ખાતે ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પોતાની પત્ની સાથે અંબાજી મંદિર ખાતે આવી દર્શન કર્યા હતા.


આજે સવારે 6 વાગે સી આર પાટીલ ગાંધીનગર થી મોટરમાર્ગે નિકળી 9:30 વાગે અંબાજી ખાતે આવી પહોંચ્યા હતા સૌ પ્રથમસર્કીટહાઉસખાતેકાર્યકર્તાઓને મળી સી આર પાટીલ પોતાની ધર્મ પત્ની સાથે અંબાજી મંદીર ખાતે આવી પહોંચ્યા હતા અને અહિ હાજર અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગણપતી બાપા ના દર્શન કરી તેવો માતાજીનાં ગર્ભગૃહ ખાતે પહોંચી માતાજી સમક્ષ પૂજા અર્ચના કરી હતી ભટ્ટજી મહારાજ દ્વારા તેમને પાવડી મુકવામાં આવી હતી ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ લીધા હતા તેમની સાથે બનાસકાંઠા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, દિલીપ ભાઈ વાધેલા, હિતેશ ચૌધરી , ડાહ્યા ભાઈ સહીત પક્ષ ના કાર્યકરો અને આગેવાનોને સી આર સાથે મુલાકાત કરી હતી

રાજે શ્રી પી પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *