Ahmedabad

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપરેશન સિંદૂરને વધાવવા અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રા બાઈક રેલીમાં જોડાયા

અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંદૂરને સન્માનિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના વિધાન સભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
લપકામણ ગામથી પ્રારંભ થયેલી આ રેલી અદાણી શાંતિગ્રામ સુધી પહોંચી હતી જે દરમિયાન રાષ્ટ્રભક્તિના અનોખા દ્રશ્યો સર્જાયા હતાં.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો. ખુલ્લી જીપમાં સવાર થઈને તેમણે સમગ્ર રૂટ દરમિયાન ગ્રામજનોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતું.

લપકામણ, લીલાપુર, ખોડીયાર અને આસપાસના ગામોના સેંકડો યુવાનોએ ઉત્સાહભેર આ બાઇક રેલીમાં ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ પર ભારત માતાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, અને ગ્રામજનોએ હિન્દની સેનાના વીરત્વને પુષ્પોથી વધાવી લીધું હતું.

આ રેલીમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, વિવિધ ગામોના સરપંચઓ, પંચાયતના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમવાદમાં ‘રાષ્ટ્ર નિર્માણના પ્રણેતા : સરદાર વલ્લભભાઈ પટેલ’ વિષય પર એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ યોજાયો

ગુજરાત પ્રાંતીય રાષ્ટ્ર્ભાષા પ્રચાર સમિતિ સંચાલિત મેનાબા બબાભાઈ પટેલ રાષ્ટ્રભાષા…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૬મું અંગદાન, બ્રેઈનડેડ મહિલાના અંગોથી 3 વ્યક્તિઓને મળશે નવજીવન

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: માનવતાના મૂલ્યોને ઉજાગર કરતી એક ઘટનામાં અમદાવાદ…

1 of 28

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *