bhavnagar

અક્ષરવાડી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે ઉજવાયો ભવ્ય મહા અન્નકુટ ઉત્સવ.

અન્નકૂટ ઉત્સવ એટલે ભગવાન પ્રત્યે સમર્પણની ભાવના દ્રઢ કરાવતો ઉત્સવ. અષાઢ માસથી થી શરૂ થયેલ વર્ષાથી ઉત્પન્ન નવા અનાજથી વિવિધ વાનગીઓ બનાવી સૌ પ્રથમ ભગવાનને અર્પણ કરવાની હિંદુ સનાતન ધર્મની પરંપરા છે.

આ રીતે ભગવાનના ઉપકારનો આભાર માનવાની અને સમગ્ર વર્ષ દરમ્યાન ભગવાનની પ્રસાદી રુપ અન્ન જમવાની ભાવના વ્યક્ત કરવામાં આવે છે. કારણકે બધું જ ભગવાનનું છે અને તેમનું આપેલું આપણે જમીએ છીએ.

અક્ષરવાડીમાં દર વર્ષે ખૂબ ભક્તિભાવ પૂર્વક અન્નકૂટ ઉત્સવ ઉજવાય છે. આ વર્ષે અન્નકુટમાં 1200 પ્રકારની વિવિધ શુદ્વ શાકાહારી વાનગીઓ ધરવામાં આવી છે.

વરિષ્ઠ સંત પૂ. સોમ પ્રકાશ સ્વામી, કોઠારી સંત પૂ. યોગ વિજય સ્વામી તથા મહાનુભાવોની ઉપસ્થિતિ માં ઉત્સવના દિવસે અન્નકૂટ થાળ નું ગાન તથા આરતી કરવામાં આવી. સાંજના ૭ કલાક સુધી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોએ અન્નકૂટ દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

આજના પ્રસંગે કેન્દ્ર સરકારના માનનીય મંત્રી નીમુબેન બાંભણિયા, માનનીય ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ડો. ભારતીબેન શ્યાળ, કલેકટર શ્રી મહેતા સાહેબ, કમિશનર શ્રી સુજીત કુમાર, શહેર ભાજપ પ્રમુખ અભયસિંહ ચૌહાણ , શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ, હીરા ઉદ્યોગ અગ્રણીઓ, મીડિયા વિભાગના તંત્રીઓ તથા બ્રાન્ચ મેનેજર, ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, શિપ બ્રેકિંગ ઉદ્યોગપતિઓ, વકીલ એસોસિએશન હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા અને અન્નકૂટ દર્શન તથા આરતીનો લાભ પ્રાપ્ત કરેલ.

પૂજ્ય સંતોના માર્ગદર્શન નીચે છેલ્લા 15 દિવસથી સ્વયંસેવકો , બાળકો, બાલિકાઓ, યુવક, યુવતીઓ ,મહિલા હરિભક્તો આ અન્નકૂટની તૈયારી કરી રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *