bhavnagar

તા.૬/૧/૨૬ ના રોજ ભાવનગર જીલ્લા સરકારી શિક્ષક સંઘનું માજીરાજબા ગર્લ્સ હાઈસ્કૂલ,ભાવનગર ખાતે મળેલ સામાન્ય સભામાં હોદ્દેદારો અને સભ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું.

તા.૬/૧/૨૬ અને મંગળવારના રોજ માજી રાજબા ગર્લ્સ હાઇસ્કૂલ,ભાવનગર ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ સંવર્ગ ૩ ( નો. ક.) કર્મચારી મંડળ,ભાવનગર ઘટક સંઘ (સરકારી શિક્ષક સંઘ ) ની સામાન્ય સભા યોજાઈ. સામાન્ય સભા અંતર્ગત એજન્ડા મુજબ ચર્ચાઓ કરવામાં આવી જેમાં સંઘની જૂની કારોબારીના સ્થાને નવી કારોબારીનું પુનર્ગઠન કરવામાં આવ્યું. સર્વાનુમતે અને સૌની બહુમતીથી હોદ્દેદારો અને સભ્યોની વરણી કરવામાં આવી જે નામની યાદી રાજ્ય સંઘને બહાલી અર્થે મોકલી આપવામાં આવેલ છે. ભાવનગર જીલ્લા સંઘના નવનિયુક્ત હોદ્દેદારો અને સભ્યોને રાજ્ય સંઘના મહામંત્રી દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

નવ નિયુક્ત હોદ્દેદારો અને સભ્યોમાં
પ્રમુખશ્રી:શ્રી દિગ્વિજયસિંહ એમ.સરવૈયા (સરકારી ઉ.મા.શાળા,હાથબ )
મહામંત્રીશ્રી :ડૉ.કુંતલ એમ.પંચાલ (સરકારી હાઇસ્કુલ,મઢડા,શિહોર)
અધ્યક્ષ:ડૉ.જીગ્નેશ એ. વેગડ (સરકારી માજીરાજબા ગર્લ્સ હાઈ.ભાવનગર)
ઉપપ્રમુખ:શ્રી સાગરભાઈ એન.મહેતા (સરકારી હાઇસ્કુલ, મોરચંદ)
શ્રી કરણસિંહ ચૌહાણ (સરકારી માજીરાજબા ગર્લ્સ હાઈસ્કૂલ,ભાવનગર)
ડૉ. દિગીશા કે. ધ્રુવ (સરકારી હાઇસ્કુલ, ચિત્ર ફુલસર)
સંગઠન મંત્રી :શ્રી કશ્યપ સી.કનોજીયા (સરકારી હાઇસ્કુલ, ક.પરા,ભાવનગર )
સહમંત્રી :શ્રી જયપાલસિંહ બી.ચુડાસમા (સરકરી માધ્યમિક શાળા, રેવા,તા. ઉમરાળા)
શ્રી વિપુલભાઈ પી. પારધી (મોડેલ સ્કુલ, તલગાજરડા,મહુવા )
શ્રી ચેતનસિંહ એચ.સરવૈયા (સરકારી માધ્યમિક શાળા,નવા સનાળા,જેસર )
કોષાધ્યક્ષ :શ્રી વિશાલગિરી વી. ગૌસ્વામી (સરકારી હાઇસ્કુલ, મોટાખોખરા,ઘોઘા)
મીડિયા કન્વીનર :શ્રી શનિભાઈ ટાટમિયા (સરકારી હાઇસ્કુલ, ગળથર,મહુવા)
સલાહકાર :શ્રી મેહુલભાઈ જોષી. (સરકારી હાઇસ્કુલ, સારવદર, ઘોઘા)
શ્રી રજનીકાંત એમ. નાથાણી (સરકારી હાઇસ્કુલ, પીપરલા,તળાજા )
શ્રી પરશોતમભાઈ બી. મકવાણા (સરકારી માજીરાજબા ગર્લ્સ હાઈ.ભાવનગર)
શ્રી આકાશ જે. ઢાપા (સરકારી હાઇસ્કુલ, ઉંચા કોટડા,મહુવા )
મહિલા પ્રતિનિધિ :શ્રીમતિ મેઘાબેન પારેખ (સરકારી હાઇસ્કુલ,પીપરાળી, ઉમરાળા)
અવનીબેન એન. દવે (સરકારી હાઇસ્કુલ, ગૌશાળા, ભાવનગર)
ઉપરોક્ત સભ્યોએ ભવિષ્યમાં સૌ સાથે સાથે મળીને શિક્ષકોના હિતમાં શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોને વાચા આપી સહકારથી નિવારણ લાવવા પ્રયત્નશીલ રહેવાની બાહેંધરી આપી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

હળિયાદની દીકરી સુજાન મહેતરે નર્સિંગના પરિણામમાં મેળવ્યું પ્રથમ સ્થાન: સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા ત્રીજા વર્ષના પરિણામોમાં એક્સલ…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *