bhavnagar

ભાવનગર ખાતે કન્ટેનર બનાવતી કંપની આવડકૃપાની મુલાકાત લેતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપતા કેન્દ્રીય રેલ મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને રાજ્યકક્ષાના શ્રીમતી નીમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિ

ભાવનગર જિલ્લાનાં પ્રવાસે આવેલ કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, શ્રમ-રોજગાર, યુવા બાબતો-રમત ગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા અને ગ્રાહક બાબતો, ખાદ્ય-સાર્વજનીક ની વિતરણ રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા એ ભાવનગર જિલ્લામાં આવેલ કન્ટેનર બનાવતી કંપની આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ની મુલાકાત લીધી હતી.

મંત્રીશ્રીએ ભાવનગર – રાજકોટ રોડ ખાતે આવેલ આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. કંપનીમાં તૈયાર થઇ રહેલા કંટેનરો અંગેની સમગ્ર જાણકારી મેળવી હતી અને જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.

ભાવનગર હવે કન્ટેનર હબ બનવા તરફ આગળ ધપી રહ્યું છે ત્યારે ભાવનગરના નવાગામ ખાતે આવેલ આ કન્ટેનર બનાવટી કંપની હાલ ઓર્ડર મુજબ રોજના ૧૫ જેટલા કન્ટેનર બનાવી રહી છે આ કંપની હવે રોજના ૧૦૦ જેટલા કન્ટેનર તૈયાર કરી શકે તેવા ઇન્ફરાસ્ટ્રકચર સાથે તૈયાર છે ત્યારે કન્ટેનર બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને ટેકનોલોજી અંગેનું નિરીક્ષણ રેલવે મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અને આગામી સમયમાં વૈશ્વિક ક્ષેત્રે કન્ટેનરની માંગ પૂરી કરવા આ કંપની સજ્જ હોઈ તેને આવશ્યક લાગે ત્યાં સરકારશ્રીની મદદ મળી રહેવાની બાંહેધરી મંત્રીશ્રી દ્વારા આપી હતી.

આ તકે મંત્રીશ્રીની સાથે જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, પ્રાદેશિક કમિશનરશ્રી ધવલ પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ પટેલ, આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા.લી. ના શ્રી હસમુખભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દોષથી મુક્ત થઈ શકાય દુઃખથી નહીં: મોરારિબાપુ પાલીતાણાની “માનસ શિવ સંકલ્પ” રામકથાનો સફળ આયોજન સાથે વિરામ

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા ) તીર્થભૂમિ પાલીતાણાની નજીકના ગામ સગાપરાની કૈલાશ…

કોળી સેનાના યુવા પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકીએ ભાવનગરમાં મતદાન કરી લોકશાહી પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો

મતદાન એ અધિકાર સાથે રાષ્ટ્રીય ફરજ પણ છે, દરેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ :…

સદી પાર છતાં લોકશાહી પ્રત્યે અડગ શ્રદ્ધા: ૧૦૧ વર્ષનાં અમરબેને મતદાન કરી લખ્યો પ્રેરણાનો અધ્યાય

દડવા ગામે વરિષ્ઠ માતૃશક્તિના સંકલ્પે યુવાનોમાં જગાવ્યો મતદાનનો જુસ્સો ઉમરાળા…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

વિદ્યાવિહાર કેળવણી મંડળ દ્વારા બહેનોનું સન્માન કરાયું ભાવનગર, તા. ૧૯/૦૪/૨૦૨૬…

1 of 77

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *