bhavnagar

નિર્દોષ લોકો પર હુમલો કરનાર ગાય ને આખરે પકડી લેવાઈ

કોર્પોરેશન અને પ્રેરણા ફાઉન્ડેશન ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન સફળ રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ભાવનગર તા.20/6/2025
ગઈકાલે ભાવનગર ના તળાજા રોડ ટોપથ્રી સર્કલ નજીક સ્વપ્નસૃષ્ટિ સોસાયટી, મીરાનગર, શિવપાર્વતી સોસાયટી અને શ્રી વલ્લભ રેસીડેન્સી સહિત અંદાજે આઠ સોસાયટીમાં તોફાન મચાવી 2 દિવસમાં 12 જેટલા નિર્દોષ લોકોને ઘાયલ કર્યા હતા.

જેમાંથી બે ને ગંભીર ઇજાઓ થવા પામતા હોસ્પિટલમાં સારવાર ખસેડાયા હતા. એક મહિલા ઉપર આ ગાયે કરેલો વીડિયો વાયરલ થતા લોકો હચમચી ગયા હતા. આ ગાય આખરે પકડાય ગઈ હતી.

આ ગાય ને આજે સવારે કોર્પોરેશન ના પશુ નિયંત્રણ વિભાગ અને પ્રેરણા ફાઉન્ડેશન જીવદયા હોસ્પિટલ અગિયાળી ટિમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી પકડવામાં આવેલ છે. આ ઓપરેશન દરમિયાન વેટરનરી ડોક્ટર, જીવદયા પ્રેમીઓ અને પોલીસ સ્ટાફ પણ કામગીરી જોડાયો હતો.

ગાયમાં હડકવાના લક્ષણો જણાતા ન હોઈ ગાય ને રિહેબ માટે પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ – અગિયાળી ખાતે ખસેડવામા આવી છે.
ગાયના ત્રાસમાંથી મુક્તિ મળતા સ્થાનિક લોકો એ રાહત અનુભવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 60

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *