ઉમરાળા મામલતદારની ૧૧ માસથી ખાલી જગ્યા પર અંગત વ્યક્તિની નિમણૂક કરવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરાઈ
ઉમરાળા મામલતદાર તરીકે ઓળખીતા ની માંગ વિષયે લખેલ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાં મામલતદાર ની જગ્યા ખાલી પડી હોય લોકોના કામમાં મુશ્કેલી પડતી હોવાથી ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા એસ.વી. જાંબુચ ને ઉમરાળા ખાતે મુકવા ધારાસભ્ય ટુંડીયા જી દ્વારા ભલામણ કરાતા
ઉમરાળા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા આકરા પ્રહારો કરાયા ગોહિલ દ્વારા જણાવાયું કે એવું ઈચ્છીએ છીએ કે, ધારાસભ્ય એ આ બાબતે ખુલાસો કરવો જોઈએ કે,
(૧) ગીર સોમનાથ ખાતે ફરજ બજાવતા એસ.વી.જાંબુચ એ બાપુના કોઈ નજીકના સગા છે ? કે પછી,
(૨) તેઓના ઉમરાળા મામલતદાર તરીકે આવવાથી ધારાસભ્ય ને કોઈ અંગત લાભ થાય તેમ છે ?
(૩) શું એસ.વી. જાંબુચ એકમાત્ર અધિકારી છે જેઓ ઉમરાળા નાં લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરી શકે તેમ છે ?
ધારાસભ્યએ મુખ્યમંત્રી ને મામલતદાર આપવા વિનંતી કરવી જોઈએ પરંતુ વ્યક્તિગત રીતે અધિકારી ની માંગણી શું કશુંક સૂચવી રહી ?
તમામ પ્રશ્નો નાં જવાબ માત્ર ધારાસભ્ય શંભૂનાથ ટુંડિયા જી આપી શકે તેમ છે અને એમને જવાબ આપવો જોઈએ
રિપોર્ટર નિલેશ ઢીલા ઉમરાળા