bhavnagar

જુલેલાલ સાહેબની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી પાલીતાણાના સિંધી સમાજ દ્વારા કરવામાં આવી

પાલીતાણા ના ગારીયાધાર રોડ પર આવેલ ઉડેરો ધામ ખાતે દર વર્ષની પરંપરાગત જુલેલાલ સાહેબની જન્મ જયંતીની સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામા આવી

જેમા સવારથી ઉડેરો ધામ ખાતે ભાવિ ભક્તો પૂજા અર્ચના અને દર્શન માટે ઝૂલેલાલ મંદિરમા ઉમટી પડ્યા હતા અને સિંધી સમાજ દ્વારા સવારથી અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં સવારે ૧૦ કલાકે જુલેલાલ મંદિરથી ભવ્ય શોભયાત્રા પણ કાઢવામાં આવી અને આ શોભાયાત્રા ઝૂલેલાલ મંદિરથી શરૂ કરી બાયપાસ રોડ , બાપા સીતારામ ચોક , બસ સ્ટેન્ડ રોડ , ભૈરવનાથ ચોક , મેઈન બજાર , તળેટી રોડ થઇને , ઝૂલેલાલ મંદિરમાં શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી

જેમા જુલેલાલ સાહેબની શોભા યાત્રાને લઈને શહેરના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર પ્રસાદીનું અને ઠંડા પાણી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સાંજના મહા આરતી તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેના કારણે પાલીતાણાના સિંધી સમાજના લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી

રીપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 80

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *