bhavnagar

ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર જીલ્લા દ્રારા સ્નેહમિલન સમારોહ યોજાયો

ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર શહેર તથા જીલ્લા દ્રારા તારીખ: ૨૪ ‐૧૧ ‐ ૨૦૨૪ ને રવિવાર ના રોજ એક સ્નેહમિલન કાર્યક્રમ નુ આયોજન હોટલ સિધ્ધીવિનાયક બુધેલ ખાતે કરવામાં આવેલુ હતુ.

તેમા ભાવનગર જીલ્લા ના તળાજા તાલુકા, પાલીતાણા તાલુકા, વલ્લભીપુર તાલુકા તથા સિહોર તાલુકા ના ક્ષત્રિય રાજપૂત સમાજ ના યુવાન ભાઈઓ ઘણી મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

સૌ ભાઈઓ દ્રારા પોત પોતાના અંગત મંતવ્ય રજુ કરવામાં આવેલા અને સૌ ભાઈઓએ એક નેમ અને ટેક સાથે કરણીસેના ના સંગઠન ને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ કરવામાં આવ્યો.

આગામી દિવસો માં ક્ષત્રિય કરણીસેના પરીવાર ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજસિંહ શેખાવત સાહેબ ભાવનગર પધારવા ના હોય તેમની સાથે વિસ્તૃત ચર્ચા કરી ને ગામડે ગામડે પ્રવાસ કરી ને કરણીસેના પરીવાર ની સ્થાપના કરી રાજપૂત સમાજ બંધુઓ ને જયા જરૂર પડે ત્યા એક હાકલે કરણીસેના પરીવાર દ્રારા તેમને પુરતો સાથ સહકાર આપવામાં આવશે.

તથા આગામી ડિસેમ્બર માસ માં તારીખ: ૨૨ ‐૧૨ ‐૨૦૨૪ ના રોજ કરણીસેના દ્રારા અમદાવાદ ખાતે એક ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાવા જઈ રહ્યુ છે. તેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી ત્યારબાદ સૌ ભાઈઓ દ્રારા નકકી કરવામા આવેલ

કે આગામી સમય માં સમગ્ર ભાવનગર જીલ્લા નુ ક્ષત્રિય રાજપૂત સમાજ નુ મહાસંમેલન ભાવનગર ખાતે યોજાય અને સૌ ક્ષત્રિય રાજપૂત ભાઈઓ એ એક સાથે એક જાજમ પર આવે અને ક્ષત્રિય રાજપૂત સમાજ એક તાંતણે જોડાય અને સંગઠન મજબૂત બનાવવા મહેનત કરવા તૈયારી દર્શાવવામાં આવેલ

સાથે કરણીસેના ભાવનગર જીલ્લા ના અધ્યક્ષ જનકસિંહ ચાવડા તથા ક્ષત્રિય કરણીસેના પરીવાર ગુજરાત પ્રદેશ ના કાર્યકારી અધ્યક્ષ ભવાનીસિંહ મોરી દ્રારા નવનિયુક્ત હોદ્દેદાર ભાઈઓ ની વરણી કરવામાં આવેલ જેમા કરણીસેના ભાવનગર જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે જાલમસિંહ ચુડાસમાં તથા કરણીસેના ભાવનગર શહેર અધ્યક્ષ તરીકે હઠીસિંહ ખેર ની નિમણૂક કરવામાં આવી હતી તથા અંત માં આભાર વિધી જાલમસિંહ ચુડાસમાં દ્રારા કરવામાં આવેલ

તથા સૌ ભાઈઓ એક સાથે સમુહ ભોજન સાથે લય ને અન્ન ભેગા એના મન ભેગા એ સુત્ર ને સાર્થક કરવામાં આવ્યુ આ સમગ્ર સ્નેહમિલન કાર્યક્રમ નુ સંચાલન વિજયસિંહ પરમાર (જસ્કા ભાલ) તથા પૂર્વજીતસિંહ પરમાર તથા સમગ્ર ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર ના હોદ્દેદાર ભાઈઓ દ્રારા કરવામા આવ્યુ હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

ઉમરાળાના વડોદ ગામના પ્રગતિશીલ ખેડૂત સંજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ૨૦૧૯થી…

1 of 80

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *