bhavnagar

જીવદયા સેવા મહેંકી : નારી ગામ નજીક પુરના પાણી વચ્ચેથી 400 ગાયને બચાવી લેવાય

ધારાસભ્ય જીતુ વાધાણી અબોલ જીવોની વ્હારે આવ્યા, હેલ્પલાઇનવાન પોતે હંકારી ગાયોને પાણી બહાર લાવ્યા

બીમાર અશક્ત અપંગ અંધ ગાય સહિત 25 ગાય ને સારવાર અપાય

અબોલ જીવને સુરક્ષિત સ્થળે ફેરવાયા, તમામ જીવ સલમાત

પ્રેરણા ફાઉન્ડેશન તબીબી ટિમ, રેસ્ક્યુ ટિમ અને જીવદયા પ્રેમીઓ એ વહેલી સવારે રેસ્ક્યુ હાથ ધર્યું

ભાવનગર તા. 18/6/2025
ભાવનગરના નારી ગામ નજીક ચોમેર વરસાદી પાણી ફરી વળતા મોટી સંખ્યામાં અબોલ જીવ પૂરના પાણીમાં ફસાયા હતા.

વહેલી સવારે આ અંગે જાણકારી મળતા પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત જીવદયા હોસ્પિટલ અગિયાળી ટિમ હેલ્પલાઇન વાહન સાથે બચાવ કાર્યમાં લાગી હતી. તેની સાથે 60 થી વધુ જીવદયા પ્રેમીઓ રેસ્ક્યુમાં જોડાયા હતા. ભાવનગર અને જિલ્લાના વિવિધ જીવદયા મંડળો પણ મદદે આવ્યા હતા.

તમામ જીવને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દેવાયા છે. અબોલ જીવ બચાવ કામગીરીમાં ધારાસભ્ય જીતુભાઈ વાધાણી પણ કાર્યકરો સાથે મદદે દોડી આવ્યા હતા. તેઓ એ જીવદયાના કાર્યમાં મોટી મદદ કરી હતી.

રેસ્કયુ ઓપરેશનમાં 25 થી વધુ બીમાર અશક્ત અપંગ અને અંધ ગાય મળી અંદાજે કુલ 400 અબોલ જીવ બચાવી લેવાયા છે.

ભાવનગરના નારીગામ નજીક પૂરના પાણીના વચ્ચે ફસાયેલ સુરભી ગૌશાળા સહિતની અંદાજિત 400 ગાય માતાને બચાવી લેવાય છે. આ આખી ગૌશાળા પુર ના પાણી વચ્ચે આવી ગઈ હતી. જ્યાં અબોલ જીવ ને જોખમ ઉભું થતા રેસ્કયુ કરાયું હતું.

આ અંગે પ્રેરણા ફાઉન્ડેશન ટીમને હેલ્પલાઇન નંબર પર વહેલા સવારે 4.30 કલાકે ફોન આવતા જીવદયા હોસ્પિટલ અગિયાળી ટિમ અને અન્ય જીવદયા પ્રેમીઓ અંદાજે 60 થી વધુ લોકો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા.

પ્રેરણા ફાઉન્ડેશનની હેલ્પલાઈન વાન સાથે તબીબી ટિમ, રેસ્ક્યુ ટિમ અને મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ મદદે દોડી આવ્યા હતા. સેવાભાવી લોકોએ 25 થી વધુ બિમાર અશક્ત વિકલાંગ અને અંધ ગાય સહિત કુલ અંદાજે 400 અબોલ જીવને બચાવી સલામત સ્થળે ફેરવ્યા હતા.

પ્રેરણા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રેમ કંડોલિયા એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ગંભીર સ્થિતિની જાણ થતાં ભાવનગર પશ્ચિમના સેવાભાવી ધારાસભ્ય જીતુભાઈ વાધાણી કાર્યકરો સાથે આબોલ જીવની મદદે પહોંચ્યા હતા. તેઓ એ જાતે એનિમલ હેલ્પલાઇન વાનમાં બીમાર ગાયો ને બેસાડી પાણી બહાર કાઢી હતી.

અબોલ જીવને બચાવવામાં એનિમલ હેલ્પલાઇન સહિત કુલ 12 જેટલા વાહનો કામે લગાડ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ડિવિઝનના લોકો પાઇલટ્સની સતર્કતાને કારણે, ત્રણ સિંહોને માલગાડીની ટક્કરથી બચાવી લેવામાં આવ્યા

ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યપ્રાણીઓના સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં…

1 of 59

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *