bhavnagar

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક દ્વારા મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી વિવેક કુમાર ગુપ્તાએ 22 જાન્યુઆરી, 2026 (ગુરુવાર)ના રોજ ભાવનગર મંડળના મહુવા–ધોળા રેલખંડ તથા ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપનું વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે રેલખંડમાં સંરક્ષા અને સલામતી ધોરણો, ઢાંચાગત વિકાસ કાર્યો, મુસાફર સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અન્ય પ્રગતિશીલ કાર્યોનું વિગતવાર અને સુક્ષ્મ મૂલ્યાંકન કર્યું.

મહાપ્રબંધક સાથે વિવિધ વિભાગોના પ્રમુખ વિભાગાધ્યક્ષો, ભાવનગર મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્મા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા.

વાર્ષિક સંરક્ષા નિરીક્ષણ દરમિયાન શ્રી ગુપ્તાએ લેવલ ક્રોસિંગ, મહત્વપૂર્ણ મોટા તથા નાના પુલો, અંડરબ્રિજ, સેકશનલ સ્પીડ ટ્રાયલ, પોઈન્ટ અને ક્રોસિંગ સહિત વિવિધ સંરક્ષા તત્ત્વોનું ગહન નિરીક્ષણ કર્યું તેમજ મહુવા, સાવરકુંડલા અને ધોળા સ્ટેશનો પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓનો પણ વિગતવાર જાનકારી લીધો.

મહુવામાં તેમણે રેલવે સ્ટેશન ઉપરાંત લોકો પાયલટ, ટ્રેન મેનેજર અને ચલ ટિકિટ નિરીક્ષકના રનિંગ રૂમ, સોલર ઇન્સ્ટોલેશન, રેલવે કોલોની વગેરેનું સંરક્ષા નિરીક્ષણ કર્યું. સાવરકુંડલામાં ઇલેક્ટ્રિફિકેશન સંબંધિત ઓવરહેડ ઇક્વિપમેન્ટ ડેપોનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

આ સેકશનમાં શ્રી ગુપ્તાએ રેલવે સ્ટેશન ઉપરાંત લોબી, રેલવે કોલોની તથા હેલ્થ યુનિટનું પણ નિરીક્ષણ કર્યું. લીલિયા મોટા–ધોળા ખંડ વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ગતિએ સ્પીડ ટ્રાયલ રન કરવામાં આવ્યો. તેમણે ધોળામાં કોલોની અને હેલ્થ યુનિટનું પણ નિરીક્ષણ કર્યું.

ભાવનગર પરા સ્થિત બ્રોડગેજ વર્કશોપમાં તેમણે કોચ સેકશન, વ્હીલ શોપ, એર બ્રેક શોપ, નવા બનેલી હેરિટેજ ગેલેરી વગેરેનું સંરક્ષા નિરીક્ષણ કર્યું. સાથે સાથે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી.
આ અવસરે તેમણે જનપ્રતિનિધિઓ અને માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી.

અમરેલીના માનનીય સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તથા સાવરકુંડલાના માનનીય વિધાનસભ્ય શ્રી મહેશભાઈ લાલજીભાઈ કસવાલા સહિત અન્ય જનપ્રતિનિધિઓ સાથે સાવરકુંડલા રેલવે સ્ટેશન પર મહાપ્રબંધકની શુભેચ્છા મુલાકાત થઈ.

ઉપરાંત મહુવા, સાવરકુંડલા, ધોળા અને ભાવનગર પરામાં ટ્રેડ યુનિયન, ચેમ્બર ઓફ કોમર્સ, સરપંચ વગેરે દ્વારા મહાપ્રબંધકને મળી રજૂઆતપત્રો સોંપવામાં આવ્યા.

મહાપ્રબંધકે મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવતા સંબંધિત અધિકારીઓને ટ્રેક, સમપાર ફાટકો તથા અન્ય સુરક્ષા ધોરણોની વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું, જેથી ટ્રેન સેવાઓ વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને સમયસર સંચાલિત થઈ શકે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *