લોકોને ચાલવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
પાલીતાણા શહેરના ભૈરવનાથ સર્કલ પર છેલ્લા બે દિવસથી પાણીની લાઈન લીકેજ થઈ છે જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
પાલીતાણા શહેરનું આ મુખ્ય સર્કલ ગણવામાં આવે છે કારણ કે અહીંથી કાયમી ધોરણે હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે કારણ કે આ રસ્તા પર તળાજા ગારીયાધાર તેમજ શહેરની મુખ્ય બજાર તેમજ શાકમાર્કેટ આવેલી છે જેના કારણે આ રસ્તા નો સતત લોકોને ઉપયોગ કરવો પડતો હોય છે
ત્યારે શહેરના ભૈરવનાથ સર્કલ પર અવારનવાર આ પાણીની લાઈન લીકેજ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે કારણ કે આ રસ્તા પર એવડા મોટા ખાડાઓ છે કે પાણી ભરાતા લોકોને અંદાજ પણ નથી આવતો કે અહીં ખાડો છે જેના કારણે લોકો ખાડામાં ભરાઈને અકસ્માત સર્જી રહ્યા છે અને બીજી તરફ આ ખાડાઓને લઈને આ રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાય છે
પરંતુ અવારનવાર આ રસ્તા પર પાણીની લાઈન લીકેજ તેમજ મોટા મોટા ખાડાઓનો નગરપાલિકા દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી અને તેના જ કારણે પાલીતાણામાં જાણે રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ ઘડાયો છે
કારણ કે આ રસ્તા પરથી નગરપાલિકા ચીફ ઓફિસર, પાલીતાણા ના તમામ પોલીસ કર્મચારી, પાલીતાણા મામલતદાર, તેમજ પાલીતાણા ડેપ્યુટી કલેકટર પણ આજ રસ્તાનો ઉપયોગ કરે છે પરંતુ લાગે છે કે પાલીતાણાની આ ખરાબ હાલત કોઈને દેખાતી જ નથી
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા