bhavnagar

જેસર ખાતે પાલીતાણા તાલુકા હિન્દુ બાબર સેવા ટ્રસ્ટની જનરલ મીટીંગ અને જ્ઞાતિ તેડુ યોજાયું

મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, તેમનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા

ભાવનગર જિલ્લાના જેસર ખાતે તારીખ 3.5.2025 ના રોજ પાલીતાણા તાલુકા હિન્દુ બાબર સેવા ટ્રસ્ટ ની જનરલ મીટીંગ તેમજ જ્ઞાતિ તેંડુ યોજાયું, જેમાં તુલસીભાઈ ગળથરીયા અને ગળથરીયા પરિવારના યજમાન  આ જ્ઞાતિ તેડુ અને જનરલ મીટીંગ યોજાય હતી.

ગળથરીયા પરિવાર દ્વારા જ્ઞાતિના આગેવાનો કાર્યકર્તાઓ અને સમાજના લોકોનો ભવ્ય સામૈયુ કરવામાં આવ્યુ હતું, તેમજ પાલીતાણા તાલુકા હિન્દુ બાબર સેવા ટ્રસ્ટની સામાન્ય મિટિંગ યોજાઇ હતી, જેમાં મંત્રી ભીખાભાઈ બાખલકીયા દ્વારા વર્ષ દરમિયાનના હિસાબો આગામી કાર્યક્રમો અંગેના આયોજન બાબતે ચર્ચાઓ કરી હતી.

પ્રમુખશ્રી ભીખાભાઈ મકવાણા ના અધ્યક્ષ સ્થાને તેમજ સમાજના પીઢ આગેવાન ભીખુભાઇ ભટ્ટી, સાધુ સંતો મહંતો ની ઉપસ્થિત માં આ બેઠક યોજાઈ હતી. સમાજના વિકાસ, સમાજના કુરિવાજો દૂર કરવા, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, વ્યસનો ઘટે તે માટેની વિવિધ ચર્ચાઓ આ મિટિંગમાં કરવામાં આવી. હતી.

આ મિટિંગમાં ઉપસ્થિત રહેલા સમાજના સાધુ સંતો મહંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા, તેમજ પાલીતાણા તાલુકા હિન્દુ બાબર સેવા ટ્રસ્ટ દ્વારા યજમાન તુલસીભાઈ ગળથરીયા નું સન્માન કરાયું હતું,ત્યારબાદ જ્ઞાતિગંગા માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, તેમજ મોડીરાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

વલ્લભીપુર, તા. ૨૩-૦૮-૨૦૨૬ — પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય,…

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર…

1 of 83

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *