bhavnagar

સિહોર વોર્ડ ૪ ના કોંગ્રેસ ઉમેદવારો દ્વારા “વિકાસ ખોજ” યાત્રા

સિહોર નગરપાલિકા ના ભાજપના શાસન માં થયેલ વિકાસ ના પોકળ દાવા ની સત્યતા ચકાસવા માટે વોર્ડ નં. ૪ ના કોંગ્રેસ ઉમેદવારો અશોકભાઇ જાની, જયરાજ મોરી, કેતનભાઈ જાની તથા ભીમાભાઈ વડેચા દ્વારા વોર્ડ નં. ૪ માં આવતા વિવિધ વિસ્તારોની મુલાકાત કરી સ્થળ પરીક્ષણ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રયત્ન કરવામાં આવેલ.

જેમાં અનેક જગ્યા એ કચરાના ઢગલા જોવા મળેલ તથા ગટરના ઢાંકણ ભયજનક રીતે તૂટેલા જોવા મળેલ. સ્વસ્તિક સોસાયટી માં આંગણવાડી કેન્દ્રનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળેલ

તથા ગટર ની લાઇન બ્લોક થઈ ગયેલ જેના લીધે લોકો ના ઘરો માં ગટરના પાણી ઉભરાઈ જવા પામેલ. સ્વસ્તિક સોસાયટીમાં ડાર આવેલ હોય ડાર માં પાણી અને લાઈટકનેક્શન હોવા છતાં પાણી ની મોટરના અભાવે લોકો ને એ ડાર નો લાભ મળતો નથી

અને એ ડાર શોભાના ગાઠીયા સમાન બની રહેવા પામ્યો છે. પાણી ની લાઇન પણ ધૂળ ખાતી હાલતમાં ખુલામાં પડી રહેવા પામેલ છે. આ ઉપરાંત સ્વચ્છતા કર્મીઓ સમયસર સાફ સફાઈ ન કરતા હોવાની ફરિયાદ પણ સ્થાનિક રહીશો એ કરી હતી. કોંગ્રેસ ના ઉમેદવારો એ ચૂંટણી બાદ વહેલા માં વહેલી તકે આ સમસ્યાઓ હલ કરવાની રહીશો ને ખાતરી આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સમારોહ”

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર…

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 73

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *