bhavnagar

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ

ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ શ્રી દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજી મહારાજની નિશ્રામાં સમારોહ યોજાયો હતો.

ભારતીય સંસ્કૃતિ અને ધર્મસ્થાન પરંપરા સાથે સંતો, ગાદીપતિઓ અને અખાડા વગેરેમાં વિવિધ સ્થાનની વિવિધ પદવીઓનું મહત્વ રહેલું છે.

સૌરાષ્ટ્રની આપણી જગ્યાઓમાં ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ શ્રી દાનેવ આશ્રમ સણોસરાનાં ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ભગવતપીઠ જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. શ્રી નિરુબાપુને મંગલપીઠાધીશ યજ્ઞસમ્રાટ જગતગુરુ શ્રી માધવચાર્યજી મહારાજની નિશ્રામાં આ પદવીદાન અર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી ગરીબરામજી મહારાજના નેતૃત્વમાં આ સમારોહમાં ભગવતપીઠ જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજને સંતો, મહંતો અને ધર્મ ક્ષેત્રનાં મહાનુભાવો દ્વારા ભાવ સન્માન અર્પણ કરવામાં આવેલ.

મંગલપીઠાધીશ યજ્ઞસમ્રાટ જગતગુરુ શ્રી માધવચાર્યજી મહારાજ સાથે શ્રી દિલીપદાસજી મહારાજ (અમદાવાદ), શ્રી લલિત કિશોરદાસજી મહારાજ (લીંબડી), શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ (વૃંદાવન) તથા શ્રી મનમોહનદાસજી મહારાજ રાધે રાધે દ્વારા પ્રાસંગિક ભાવ ઉદબોધન કરવામાં આવેલ અને શ્રી નિરુબાપુ હવે જગતગુરુ બન્યાં છે, તેનો હર્ષ વ્યક્ત કરી આ પ્રસંગ આપણાં સૌના માટે ભાગ્યશાળી હોવાનું જણાવ્યુ

જગતગુરુ પદે શ્રી નિરુદેવાચાર્યજી મહારાજે બિરાજતા પોતાનો ભાવ જણાવ્યો અને ગુરુદેવ શ્રી વલકુબાપુની કીર્તિ વધે અને સેવા પુણ્યના પ્રતાપે સંતોના આશીર્વાદથી મને મળેલ આ પદનો અહમ્ ન જન્મે તેમ જણાવ્યું.

આશ્રમ પરિવારના લઘુમહંત શ્રી પ્રવિણબાપુ અને સેવકોના સંકલન સાથે આ સમારોહનું સંચાલન મહેશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યુ

આ ધર્મ પ્રસંગે શ્રી ઝીણારામ બાપુ (પુજ્ય બા મહારાજ ની જગ્યા સિહોર) શ્રી ઓલિયા બાપુ (ભાવનગર), શ્રી રમજુબાપુ (અંબિકા આશ્રમ), શ્રી રાજેન્દ્રદાસજી (તોરણીયા), શ્રી રવુબાપુ (આંબલા), શ્રી જયંતિરામબાપા, શ્રી લવજી બાપા (નેસડી) શ્રી બાબુરામબાપુ ( ધોળા) શ્રી રાધાકૃષ્ણ શાસ્ત્રી સહિત સંતો, મહંતો, કથાકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચનો નવમો પૂર્ણાંક હવે 20 થી 22 ધરમપુરમાં તખુભાઈ સાંડસુરના સંયોજન હેઠળ આયોજન

ભાવનગર ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના માધ્યમથી દર વર્ષે ગુજરાતના વિવિધ…

“ભાવનગર મંડળના કર્મચારીઓએ દર્શાવી ઈમાનદારી : ટ્રેનમાં ભૂલાયેલ મહિલા મુસાફરનો આઈફોન સુરક્ષિત પરત આપ્યો”

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના કર્મચારીઓએ પોતાની ઈમાનદારી અને કર્તવ્યનિષ્ઠાનો…

1 of 76

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *