Breaking NewsLatest

અમદાવાદમાં નિર્માણ પામતા બ્રિજનો એક ભાગ તૂટ્યો. એક વિચારવાનો પ્રશ્ન..જો બ્રિજ ચાલુ હોત અને તૂટ્યો હોત તો??

અમદાવાદ: અમદાવાદના બોપલ તરફના વિસ્તારમાં આવેલ એસપી રિંગ રોડ પર નિર્માણ ચાલતા બ્રિજનો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો. સૂચના મળતાની સાથે જ ફાયર અને પોલિસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બોપલના શાંતીપુરા પાસે આ ઘટના બની હતી જોકે કોઈ જાનહાની જોવા મળી નહોતી જેથી એક મોટી દુર્ઘટના બનતા અટકી જોવા મળી છે. આ ઘટનાને જોતા બ્રિજના કામકાજ અંગે ઘણા સવાલો ઉભા થયા છે. રણજિત બિલ્ડકોન ને ઓડા દ્વારા આ બ્રિજનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ ઘટનાની રોડ અને બિલ્ડીંગ વિભાગ દ્વારા કામકાજની સમીક્ષા કરવામાં આવશે. મોડી રાત્રે ઔડાના અધિકારીઓએ બ્રિજની મુલાકાત લીધી હતી. હવે જોવાનું એ રહ્યું કે આગળ શું કાર્યવાહી થશે ? પણ અહીં એક સવાલ ઉદભવે છે કે જો આ બ્રિજ કાર્યરત હોત તો??? વિચારજો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *