કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના માઝુમ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી છોડવામાં આવ્યું છે ધનસુરા તાલુકાના શીકા નજીકથી પસાર થતી માઝુમ ડેમ ની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના 17 જેટલા ગામ ના ખેડૂતો ને રવિપાક માં ફાયદો થશે અરવલ્લી જિલ્લામાં શિયાળા ની શરૂઆત બાદ ખેડૂતો એ અત્યાર સુધી રવિ પાકની મોટા પ્રમાણ માં વાવણી કરી છે એવામાં માઝુમ ડેમ માંથી પાણી છોડાતા ધનસુરા અને મોડાસા તાલુકાના શીકા, કોલીખડ,ભેંસાવાડા, શીકાકંપા,રહિયોલ અને અંતિસરા સહિતના 17 જેટલા ગામ ના ખેડૂતો ને રવિ પાક માં લાભ થશે જિલ્લા માં ખેડૂતો એ આ વખતે શિયાળુ પાકમાં ઘઉં,બટાકા,ચણા સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે એવામાં કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોને ફાયદો થશે.