અંબાજી
યાત્રાધામ અંબાજી માં શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબાજી આર્ટસ અને કૉમર્સ કોલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી.
15મી ઓગસ્ટ 2022 ના રોજ આપનો દેશ ની આઝાદી ના 75 વર્ષે પૂર્ણ થઈ જશે તેને ધ્યાન માં લઈને 12 માર્ચ 2021 ના રોજ મોદી સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ની શરૂવાત કરવામાં આવી હતી અને 15 ઓગસ્ટ 2023 સુધી આ કાર્યક્રમ ચાલશે એમ આ કાર્યક્રમ 75 અઠવાડિયા સુધી દેશ માં ચાલુ રહેશે. તેના નેજા હેઠળ આજ રોજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અને રાજદિપ એન્ટરપ્રાઇસ દ્વારા અંબાજી કોલેજ માં આઝાદી કી બાત ના નામે વકૃત્વ સ્પર્ધા અને આઝાદી અંગે શેરીનાટક નું આયોજન કરવામાં આવ્યું હતું .વકૃત્વ સ્પર્ધા માં અંબાજી કોલેજ ના પાંચ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો .
આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે એમ.એસ.કોઠારી(મુખ્ય વહીવટી અધિકારી ,યાત્રાધામ વિકાસ બોર્ડ) ,શંકરભાઇ ચાવડા(સેકશન અધિકારી, યાત્રાધામ વિકાસ બોર્ડ) ,હર્ષદભાઈ દવે (પ્રચાર-પ્રસાર ઇન્ચાર્જ,યાત્રાધામ વિકાસ બોર્ડ) ,કપિલ ઠાકર(સલાહકાર ઇવેન્ટ, યાત્રાધામ વિકાસ બોર્ડ)જેવા વિવિદ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પુજારી