શક્તિપીઠ અંબાજી ગૂજરાતનુ પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. અંબાજી ગૂજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે વર્ષ દરમીયાન મોટી સંખ્યામા ભક્તો ઊમટી પડતાં હોય છે પરંતું કોરોના ની ત્રીજી લહેર ના પગલે અંબાજીમાં મંદિરનાં દ્વાર ફરીથી 15 થી 22 જાન્યુઆરી સુધી બંદ રાખવામાં આવતાં પોષી પૂનમે ભક્તો વીના સાદગી થી પોષી પુનમની ઊજવણી કરવામાં આવી હતી.
અંબાજી મંદિર ખાતે બપોરે 12 વાગે રાજભોગ આરતી કરવામાં આવી હતી અને ભટ્ટજી મહારાજના હસ્તે આરતી કર્યા બાદ અંબાજી મંદિરે 56 ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાકભાજી નો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના તમામ કાર્યક્રમો આજે મોફુક રાખવામાં આવ્યાં હતાં. ગબ્બર પર્વત પર થી જ્યોત લઇને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો અંબાજી મંદિરે આવ્યાં હતા અને મંદિરનાં શિખર પર ધજા અર્પણ કરી હતી
અંબાજી પ્રહલાદ પૂજારી