Latest

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે .અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓને લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ છે.

આ અંગે વધુ વિગતો આપતા સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગ નાં વડા ડૉ. શ્રેણીક શાહે જણાવ્યું હતું કે ,લીથોટ્રીપ્સી એટલે કે Extracorporeal Shock Wave Lithotripsy (ESWL) સારવાર એ કિડની અને મૂત્રમાર્ગ માં રહેલ પથરીને તોડવા માટે એક સુરક્ષિત, અસરકારક અને દર્દી માટે અનુકૂળ સારવાર પદ્ધતિ છે.

ડો. શ્રેણીક શાહે વધુ માં જણાવ્યું હતું કે, બે દિવસ માં ત્રણ વર્ષ થી લઈ ૮૯ વર્ષ સુધીનાં દસ દર્દીને કિડની અને પેશાબના માર્ગ માં રહેલ મ૧.૫ સે.મી થી ૨ સે. મી સાઈઝની પથરીને લીથોટ્રીપ્સીની મદદથી સફળતાપૂર્વક સારવાર કરી છે .આ દર્દીઓની પથરી સંપૂર્ણપણે દૂર થઈ છે અને દર્દીઓ હાલ સંપૂર્ણ સ્વસ્થ છે. બીજા ૪૦ જેટલા પથરીના દર્દીઓ વેઇટીગ માં છે જેમને જલ્દી આ પધ્ધતિ થી સારવાર કરી દર્દમુકત કરવામા આવશે.

લીથોટ્રીપ્સી સારવારથી પથરી ના દર્દીઓ માટે મુખ્ય ફાયદાઓ
1.કોઈ ચીરફાડ કે કાપાની જરૂર હોતી નથી. 2. દર્દીની તકલીફ માં ઝડપી સુધારો થાય છે.દર્દી ૧ થી ૨ કલાક માં પોતાની રોજીંદા સામાન્ય ક્રિયાઓ પર પાછા ફરી શકે છે 3. સારવાર નું જોખમ ઓછું હોય છે. ઓછો દુખાવો,

ઓછું ચેપનું જોખમ અને કોઈ મોટી તકલીફ હોતી નથી.
સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી એ જણાવ્યુ હતુ કે ,રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાનાં ખર્ચે કૉર્પોરેટ કક્ષાની સુવિધા ઉભી કરવામાં આવી છે. જે સિવિલ હોસ્પિટલ ખાતે આવતા પથરીના દર્દીઓની સારવાર માટે ચોક્કસપણે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *