અમિત પટેલ.અંબાજી
અંબાજી કોટેશ્વર નદીને કિનારે વસેલું શક્તિપીઠ છે. જગવિખ્યાત ધામ અંબાજી અરાવલી ની પહાડો મા ગુજરાત અને રાજસ્થાન સરહદ પર વસેલું છે આ ધામ મા વર્ષ દરમિયાન માં અંબા ના ભક્તો માતાજી ના દર્શન કરવા આવતા હોય છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી ધામ મા નવરાત્રી અને ભાદરવી મહામેળા દરમિયાન માતાજી ના ભક્તો સૌથી વધુ દર્શન કરવા આવે છે આ સિવાય પોષી પૂનમ ના દિવસે પણ માતાજી ના અસંખ્ય ભક્તો આ ધામ માં આવતા હોય છે ,પોષી પૂનમ ને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે સાથે આ પૂનમ ને સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે આજનો પવિત્ર દિવસ પ્રાગટય દિવસ તરીકે પણ ઓળખાય છે અંબાજી મંદિર ના દ્વાર 22 જાન્યુઆરી સુધી બંદ રહેતા મંદિરમા ભક્તો જોવા મળ્યા હતા નહિ.આજે અંબાજી મંદિર મા મહા શક્તિ યજ્ઞ યોજાયો હતો જેમાં ટ્રસ્ટ ના અધિકારીઓ જોડાયા હતા સાથે ત્યારબાદ ગબ્બર ખાતે થી અખંડ જ્યોત લાવી અંબાજી મંદિર ખાતે ની જ્યોત મા ભેળવવામાં આવી હતી .અંબાજી મંદિર માં બપોરે 12 વાગે અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી અને 56 ભોગ નો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો સાથે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના પ્રમુખ,મહામંત્રી અને સભ્યો દ્વારા મંદીરની શીખર પર ધજા અર્પણ કરવામાં આવી હતી