(અમિત પટેલ.અંબાજી)
ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબા નું પ્રાચીન મંદિર આવેલું છે, આ ધામ મા દેશવિદેશ માથી માતાજીનાં ભક્તો માતાજીનાં દર્શન કરવા આવે છે પરંતુ અહીં ચાલતી બદીઓથી તેમની આસ્થાને ભારે દુઃખ પહોચતું હોય છે, અંબાજી ધામ મા દેશી દારૂ થી લઈને વિદેશી દારૂ, આંકડા ની બદીઓ પર ભૂતકાળ મા પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે, આ ધામ મા અમુક તત્ત્વો માંસ નું ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે, આમ મા અંબાના ધામ થી કાયમી આવી બદીઓ દૂર થતી નથી,8 જૂન ના રોજ સાંજના સુમારે અંબાજીના જીએમડીસી મેદાનમા ખુલ્લામાં વિદેશી દારૂનુ ગેર કાયદેસર વેચાણ કરતા 2 લોકોને પકડી રેડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ લોકો ઘણા સમયથી અહીં રાત્રે જાહેરમાં દારૂનું વેચાણ કરતા હતા.
અંબાજી ખાતે છેલ્લા ઘણા દિવસોથી માથાભારે તત્વો દ્વારા વિદેશી અને દેશી દારૂ નું વેચાણ અમુક માથાભારે તત્વો દ્વારા ચોરી છૂપી થી કરવામાં આવી રહયું છે પણ અંબાજી પોલીસ ને આ બધુ કેમ દેખાતું નથી કેમ અંબાજી થી 60 કિલોમીટર દુર બેઠેલી એલસીબી પોલીસ જ રેડ કરવા અંબાજી આવે છે, વિદેશી દારૂની 24 બોટલ કિંમત 5910 રૂપીયા ના જથ્થા સાથે અંબાજી ખાતે રહેતા
1, જીતુભાઈ ઉદાજી વણજારા
2, વિનોદભાઈ સોમાભાઈ વણજારા સામે એલસીબી એ ગુન્હો નોંધી કાયદેસરની કાયૅવાહી કરી હતી આ ઓપરેશન મા અલ્પેશભાઈ, ઈશ્વરભાઈ એએસઆઈ ની સુંદર કામગીરી રહી હતી
@@અંબાજી પોલીસ ફરીથી ઊંઘમાં જૉવા મળી, એલસીબી નો સપાટો@@
અંબાજી પોલીસને છેલ્લા ઘણા દિવસોથી બે નંબરના ધંધા વાળા લોકો દેખાતા નથી અને આજ કારણોસર થોડા સમય પહેલા પણ પાલનપુર થી અંબાજી આવી એલસીબી એ દારૂ ના જથ્થા સાથે એક વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી કરી કેસ દાખલ કર્યો હતો અને આજે ફરીથી મંગળવારે અંબાજી હાઈસ્કુલ પાછળ જીએમડીસી મેદાનમા ગેર કાયદેસર રાખેલા વિદેશી દારૂ સાથે 2 લોકો પર કાયદેસરની કાર્યવાહી કરી હતી પરંતુ અંબાજી પોલીસ ફરીથી ઊંઘતી જોવા મળી હતી અને 60 કિલોમીટર દુર થી આવેલી એલસીબી પોલીસે અંબાજી ખાતે આવી 2 લોકોને વિદેશી દારૂ સાથે ઝડપી પાડયા હતા
@@ અંબાજી પોલીસ માસ્ક પાવતી ફાડવામા વ્યસ્ત @@
અંબાજી પોલીસ છેલ્લા ઘણા સમયથી બે નંબરના વ્યવસાય કરતા લોકોને પકડતી નથી અને છેક પાલનપુરમાં બેસેલી એલસીબી અંબાજી આવી સતત બે વખત વિદેશી દારૂ ઝડપી પાડેલ છે.
અંબાજી પોલીસ સ્ટેશન મા વધૂ બોલતો ડ્રાઈવર અંબાજી મા રોફ જમાવી પીઆઈ નો પાવર રાખી રહયો છે, આ ડ્રાઈવર ચા કરતાં કીટલી ગરમ ની જેમ અંબાજી ના કેટલાક લોકો ને ધમકાવતો પણ જૉવા મળે છે, આ ડ્રાઈવર ને કેમ વિદેશી દારૂ અને બે નંબરના લોકો દેખાતા નથી, આ ડ્રાઈવર રાજેન્દ્રનગર આસપાસ દેખવા મળે છે,અંબાજીના બનાવો બાદ જીલ્લા પોલીસ વડા અંબાજી પોલીસ સ્ટેશન ના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે, ટીનીયો પણ ગેર કાયદેસર દારુ નું વેચાણ આઠ નંબર ખાતે કરી રહયો છે