શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. હાલમાં ભારે ગરમી હોઇ લોકોને ગરમી થી રાહત મળે તે માટે વાતાવરણ માં પલ્ટો આવ્યો હતો અને ત્યારબાદ અંબાજી ખાતે મેઘરાજા ની પ્રથમ બેટિંગ કરતાં વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ અંબાજી ના માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં.
અંબાજી શક્તિદ્વાર આગળ રોડ પર ઝાડ નીચે પડ્યું હતું અને થોડા સમય માટે વાહન વ્યવહાર ને અસર થઈ હતી અને ઝાડ કાર પર પડ્યુ હતું અને કોઇ જાનહાની થઇ હતી નહી. સોડા ની લારી ઝાડ ને પગલે તૂટી ગઈ હતી.
ગબ્બર તળેટી ખાતે શંકરગીરી મહંતને સમાધિ આપવામાં આવી હતી અને મોટાં સંતો અને હરિભકતો જોડાયાં હતાં.
અમિત પટેલ અંબાજી