શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે તાજેતરમાં ભાદરવી મહાકુંભ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયેલ છે અને હવે આસો નવરાત્રિ શરૂ થવાની છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી દર્શન સમય ની અખબારી યાદી મીડિયાને આપવામાં આવી હતી.
અંબાજી મંદિરનો દર્શન સમય નવરાત્રી મા બદલાશે
આસો નવરાત્રી પર્વ દરમિયાન દર્શન સમય મા ફેરફાર કરવામાં આવ્યો
સવારે મંગળા આરતી 7:30 થી 8
સવારે દર્શન 8 થી 11:30
રાજભોગ 12 વાગે બપોરે
બપોરે દર્શન 12:30 થી 4:15
સાંજે આરતી 6:30 થી 7
સાંજે દર્શન 7 થી 9
પ્રથમ નોરતે ઘટ સ્થાપના 10:30 થી 12
7 થી 14 ઓકટોબર સુધી આસો નવરાત્રી
આ વખતે કુલ 8 નોરતા
અંબાજી પ્રહલાદ પૂજારી