શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી મંદિર ખાતે માઇ ભકતો દ્વારા દાન ભેટની રકમ આપવામાં આવે છે ત્યારે આજ રોજ માગશર સુદ પૂર્ણિમાના દિવસે અમદાવાદના માઈભક્તો દ્વારા 120 ગ્રામ સોનાના મુગટ ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી.
અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ માં સૌથી મોટું શક્તિપીઠ તરીકે ઓળખાય છે આ મંદિર પર 358 નાના-મોટા કળશ લાગેલા છે આ કળશ સોનાથી મઢેલા છે. અંબાજી મંદિર ખાતે માઇભકતો સોનાની ભેટ સ્વરૂપે અર્પણ કરી રહ્યા છે,ત્યારે આજ રોજ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં અમદાવાદના માઇ ભક્ત દ્વારા 120 ગ્રામ સોનાના મુગટના વજન સાથે સુંદર મુગટ ટેમ્પલ ઇસ્પેક્ટર કચેરીમાં આવીને ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો. આ સોનાના મુગટ ની કિંમત 5 લાખ 52 હજાર રૂપિયા થાય છે.
અંબાજી પ્રહલાદ પૂજારી