(અમિત પટેલ અંબાજી)
શક્તિપીઠ અંબાજી માં અંબા નું પ્રાચીન અને પૌરાણિક પીઠ તરીકે જગવિખ્યાત છે ,વર્ષે દહાડે લાખો કરોડો માઈ ભક્તો માં અંબા ના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે પણ અંબાજી ગામ ની પાયા ની સુવિધાઓ ઠેર ની ઠેર છે ,કોરોના કહેર મા અંબાજી મંદિર ની આવક મા પણ ભારે ઘટાડો થયો છે બીજી તરફ અંબાજી મંદિર થી જી પી બ્રહ્મભટ્ટ ગયા બાદ કાયમી વહીવટદાર ની નિમણુંક કરવામાં આવી નથી જે ગંભીર બાબત છે ,અંબાજી મંદિર ખાતે કાયમી વહીવટદાર ની નિમણુંક સરકાર તરફથી સમયસર ન થવાને લીધે અંબાજી મંદિર ટ્રસ્ટ માં ગેરરીતિ ની બૂમો અવારનવાર સાંભળવા મળતી હતી અને 24 જાન્યુઆરી ની પોલીસ ફરીયાદ એ આ બાબત ને સમર્થન આપ્યું છે ! પણ નવાઈની વાત એ છે કે આ ડીઝલ કૌભાંડ મા મોટા માથા બચી ગયા છે તેવી ચર્ચા એ અંબાજી પંથક મા સાંભળવા મળી રહી છે
24 જાન્યુઆરી 2021 ની પોલીસ ફરીયાદ મા જણાવ્યા મુજબ ઓગસ્ટ 2020 થી ડિસેમ્બર 2020 સુધીના ગાળામાં અંબાજી મંદિર ની બે ફોર વિલ્હર ગાડીઓ અને જનરેટર માટે 1445 લીટર ડીઝલ જેની કુલ કિંમત 1 લાખ 12 હજાર 738 રૂપિયા થાય છે ,અંબાજી મંદિર ટ્રસ્ટ ની ગાડી નંબર જીજે 8 વી 4161 અને જીજે 8 વી 3703 અને જનરેટર મા 35 ડીઝલ બિલો ,ખોટા બિલો ,ખોટી સહીઓ કરી ટ્રસ્ટ ના ખોટા સિક્કાઓ લગાવી બિલો રજુ કર્યા હતા ,આ ડીઝલ કૌભાંડ મા 2 આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ,આ આરોપી એ ખોટા બિલો પાસ કરાવવા માટે વહીવટદાર કચેરી ખાતે મોકલી આપ્યા હતા જે બાબતે અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા ને શંકા જતા તેમને બિલ ની ખરાઈ કરાવતા પેટ્રોલ પંપ ના બિલો અને પાવતીઓ મા શંકા લાગતા પેટ્રોલ પંપ ના સીસીટીવી ચેક કરાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
@@ શંકરજી ફતાજી પરમાર, ફરીયાદી બન્યા @@
1985 થી ટ્રસ્ટ માં પ્લમ્બર પમ્પમેંન ની નોકરી કરતા શંકરજી છેલ્લા 2 વર્ષ થી ઇન્ચાર્જ હેડ વાયરમેન નો ચાર્જ સંભાળે છે તેમને આ ડીઝલ કૌભાંડ મા અંબાજી પોલીસ મથકે કાયદેસર ની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં મુખ્ય આરોપી રાકેશભાઈ વીરાભાઇ રાઠોડ [અંબાજી મંદિર ટ્રસ્ટ નો કર્મચારી ]અને ભુરાભાઇ પાબુભાઈ બેગડીયા [ભવાની ઓટોમોબાઇલ્સ નો કર્મચારી ]સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
@@કઈ કઈ કલમો લગાવવામાં આવી @@
અંબાજી પોલીસે આ બે આરોપીઓ સામે કુલ 7 કલમો લગાવી હતી જેમા 406,408,465,467,468,471 અને 114 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો જેની તપાસ પી કે લીંબાચીયા ,પીએસઆઇ ચલાવી રહ્યા છે
@@અંબાજી મંદિર ટ્રસ્ટે અલગ પેટ્રોલ પંપ થી ડીઝલ લેવું જોઈએ @@
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ડીઝલ કૌભાંડ બહાર આવતા માઈ ભક્તો ની આસ્થા ને ભારે ઠેસ પહોંચી છે ત્યારે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી ના અન્ય પંપો થી ડીઝલ લેવું જોઈએ ,અંબાજી મા હાલ મા ઘણા પેટ્રોલ અને ડીઝલ પંપ આવેલા હોઈ ટ્રસ્ટ તરફથી હવે અન્ય પંપો થી ડીઝલ અને પેટ્રોલ લેવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે
@@મોટા માથા બચી ગયા ?@@
અંબાજી મંદિર ગુજરાત નું સૌથી મોટું શક્તિપીઠ છે આ મંદિર નો વહીવટ સરકાર હસ્તક ચાલી રહ્યો છે વધુમા આ મંદિર ની કમિટી મા કલેક્ટર ,ડીએસપી સહીત ના મોટા મોટા અધિકારીઓ જોડાયેલા છે તો આ ડીઝલ કૌભાંડ ની તપાસ વિજિલન્સ ને સોંપવામાં આવે તો મોટા મોટા માથા ના નામ ચોક્કસ બહાર આવી જાય ,આટલું મોટું કૌભાંડ ચોથા વર્ગ ના કર્મચારી એકલા કઈ રીતે કરી શકે ? અંબાજી મંદિર ટ્રસ્ટ નો મોટાભાગ નો વહીવટ કોન્ટ્રાકટ પદ્ધતિ થી ચાલી રહ્યો છે અને કોઈ ગેરરીતિ કે કૌભાંડ કરે તો તેની સામે ખાતાકીય તપાસ થઇ સકતી નથી ,આ બાબતે સરકારે યોગ્ય પગલાં ભરે જેથી બીજીવાર કોઈ આવી ભૂલો ના કરે