અંબાજી ધામ ગુજરાત નુ મહાધામ તરીકે જગ વિખ્યાત છે આ ધામ મા વર્ષે દહાડે લાખો કરોડો માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે અંબાજી મંદિર ખાતે હવનશાળા આવેલી છે અહી માઈ ભક્તો માતાજીના હવન કરાવી ધન્યતા અનુભવે છે ,આ હવનશાળા મા ભક્તો ,ભજન કીર્તન અને હવન કરી માતાજીની આરાધના કરે છે. અહીં યાજ્ઞિક વિપ્ર મંડળ હસ્તકના બ્રાહ્મણો પણ માઈભક્તોને હવન કરાવે છે અહીં લાઉડ સ્પીકર પણ ઉપયોગમા લેવામા આવે છે પણ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 17/12/2021 ના રોજ વહીવટદાર એસ જે ચાવડા દ્વારા યાજ્ઞિક વિપ્ર મંડળ ને ઉદેશીને પત્ર લખવામા આવ્યો છે .જેમા હવનશાળા ના ભૂદેવો દ્વારા મનસ્વીપણે લાઉડ સ્પીકર નો ઉપયોગ કરવામાં આવે છે જે તાત્કાલીક બંદ કરવામાં આવે .
અંબાજી મંદિર ખાતે છેલ્લા ત્રણ વર્ષ થી કાયમી વહીવટદાર ન હોવાના કારણે અંબાજી મંદિર નો વહીવટ ખાડે ગયો છે .વહીવટદાર ચાર્જ મા હોવાથી પૂર્ણ સમય અહીં હાજરી આપી શકતા નથી અને વહીવટી ઓફિસમા બેસેલા કર્મચારીઓ પોતાના મરજી મુજબ નિર્ણયો કરી વહીવટદાર ને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાની માહિતી સાંપડી છે.અંબાજી મંદિર ખાતે પાલનપુર અને બહારથી આવતા કર્મચારીઓ સમયસર નોકરી પર આવતા નથી પણ તેમને કોઈ કહેનારું નથી.અંબાજી મંદિર ખાતે માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવે ત્યારે આ મંદિર મા કોઈ ઓફીસમા જાઓ ત્યારે વ્યવસ્થિત જવાબ મળતો નથી અને અંબાજી મંદિર પરીસર મા કોઈ માહિતી વિષયક બોર્ડ જોવા મળતા નથી.અંબાજી મંદિર ની ભોજનાલય મા આટલું સસ્તું જમવાનું મળે છે તેવા બોર્ડ પણ જોવા મળતા નથી
@@ ગુજરાત સરકારના કાર્યક્રમ મા લાઉડ સ્પીકર વાગે પણ હવનશાળામા ન વાગે !@@
અંબાજી મંદિર ખાતે ગુજરાત સરકારના કાર્યક્રમ હોય ત્યારે મોટા મોટા લાઉડ સ્પીકર મુકવામાં આવે છે,ત્યારે પ્રદુષણ થતું નથી ? નવરાત્રી પર્વ મા પૂર્ણેશ મોદી હવનશાળા આગળ એપ લોન્ચ કરી ત્યારે લાઉડ સ્પીકર અને માઈક નો ઉપયોગ કરવામા આવ્યો હતો ત્યારે આ પ્રદુષણ વાળું નિયમ ક્યા ગયો હતો
અંબાજી મંદિરના વહીવટદારે હવનશાળા મા લાઉડ સ્પીકર તાત્કાલીક ધોરણે બંધ કરવા આદેશ કર્યો,
@@અંબાજી કોંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોષી ના ભાજપ સરકાર પર ચાબખા @@
અંબાજી કોંગ્રેસ પ્રમુખ તુલસીરામ જોષી એ જણાવ્યું હતું કે ગોકુલ, મથુરા અને વૃદાંવન જાઓ તો આરતી એ બીજા કાર્યક્રમ લાઉડ સ્પીકર મા વગાડવામાં આવે છે તો અંબાજી મંદિર ખાતે કેમ વગાડવામાં આવતું નથી ભાજપ અને સરકાર ના કાર્યક્રમ મા લાઉડ સ્પીકર વાગી શકે તો હવનશાળા મા કેમ વાગી શકે નહિ હું વહીવટદારના નિર્ણય થી નારાજ છું અને તેનો વિરોધ કરું છું .
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીની યજ્ઞશાળામાં વગાડતા સ્પીકર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે ગેરવ્યાજબી છે દરેક હિન્દુઓ ના મંદિર ઉપર લાઉડ સ્પીકર મૂકવામાં આવેલા હોય છે અને સવાર-સાંજ આરતી તેમજ હિન્દુ ભજનો વગાડવામાં આવે છે અને મુસ્લિમ સમાજના દરગાહ ઉપર મસ્જીદ ઉપર પણ એમના ધર્માનુસાર લાઉડ સ્પીકર વગાડતા હોય છે તો આવા મનસ્વી નિર્ણય પાછા લેવા જોઈએ અને લાઉડ સ્પીકર વગાડવાની મંજુરી આપવી જોઈએ અને સમય આધારિત મંજૂરી આપવી જોઈએ
અંબાજી શહેર કોંગ્રેસ સમિતિ
પ્રમુખ
તુલસીભાઈ જોષી