અમિત પટેલ.અંબાજી
શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું મા અંબાનું પ્રાચીન અને પૌરાણિક તીર્થ સ્થળ છે. કોરોના કાળમાં અંબાજી ખાતે લોક ડાઉન હતું ત્યારે કેટલાક માથાભારે તત્વો દ્વારા ગુટખાનો બે નંબરનો વ્યવસાય કરાયો હતો. હાલમાં કોરોના વેક્સિન લીધાં બાદ પણ સરકાર દ્વારા ગાઈડ લાઈન મુજબ લોકોને નિયમો નુ પાલન કરવાનું હોય છે ત્યારે આજે અંબાજી ના બજારમાં પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ ગુટખા નું વેચાણ કરતાં તત્વો પર ચેકીંગ હાથ ધરવામાં આવતા 30 જેટલાં વેપારીઓએ નિયમો નું પાલન કર્યું હતું નહી જેમને દંડ આપવામાં આવ્યો હતો.
અંબાજી પોલીસ સ્ટેશન ના જવાનો અને આરોગ્ય વિભાગ દ્વારા(સિંબલ પાણી પીએચસી, જિલ્લા આરોગ્ય તંત્ર) અંબાજી ના બજારોમાં ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં અંબાજી ખાતે તમાકુ ગુટખા વેચતા વેપારીઓએ નિયમો નું પાલન કર્યું હતું નહી તેમને દંડ ની પાવતી આપવામાં આવી હતી. કુલ 30 વેપારીઓ પાસેથી 6 હજાર દંડ સ્થળ ઉપર વસુલ કરવામાં આવ્યો હતો. દરેક તમાકુ ગુટખાની દુકાન પર 18 વર્ષ થી ઓછી ઉંમરના લોકો વેચાણ કરી શકે નહિ તેવુ બોર્ડ લગાડવું ફરજીયાત છે અને દુકાન પર 18 વર્ષ થી ઉપરના લોકો એ વેચાણ કરવાનું હોય છે પણ કેટલાક દુકાન ધારકો આ નિયમોનુ પાલન કરતા નથી.
@@ તંત્રની સુંદર કામગીરી @@
આજે અંબાજી માં 18 વર્ષ થી નાના બાળકો ની તમાકુ ગુટખા વેચાણ પર પ્રતિબંધ
જિલ્લા આરોગ્ય ટીમ અને અંબાજી પોલીસ દ્વારા 30 વેપારીઓને દંડ ફટકાર્યો હતો
જિલ્લા આરોગ્ય અને અંબાજી પોલીસ સાથે મળીને આવા વેપારીઑ પાસેથી 6 હજાર રૂપિયા વસુલ કરવામાં આવ્યાં હતા