કપિલ પટેલ દ્વારા અરવલ્લી
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સાપાવાડા ગામની યુવતી પાયલ વરસાતે રાજ્ય સરકારની અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી મહિને રૂ. ૧૧,૦૦૦/-ની રોજગારી મેળવી પગભર બની.
રાજ્ય સરકાર દ્વારા યુવાનોને પોતાના મનપસંદ ક્ષેત્રમાં રોજગારી મળી રહે અને નોકરીદાતાઓ કૌશલ્ય ધરાવતા માણસો મળી રહે તે હેતુથી અનુબંધમ પોર્ટલનું લોન્ચિંગ કર્યું છે. આ પોર્ટલના માધ્યમથી અનેક બેરોજગાર યુવાનોને પોતાના ક્ષેત્રમાં નોકરી મળી રહી છે. આ સાથે નોકરીદાતાઓ ને સ્કિલ્ડ મેનપાવર મળી રહ્યો છે. જેના કારણે ઉદ્યોગોને લાભ મળી રહ્યો છે.
પાયલ વરસાત જણાવે છે કે, બી.કોમનો અભ્યાસ પૂર્ણ કરીને રોજગારી મેળવવા માટે અનુબંધન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી તેને રજીસ્ટ્રેશના એક મહિના બાદ ગોકુલીયા ગાર્ડ્નીંગ પ્રોજેક્ટમાંથી નોકરી ઇન્ટર-વ્યુ માટે ફોન આવ્યો હતો. જેમાં ઇન્ટર-વ્યુ પાસ કરી મને એચ.આર. ડિપાર્ટમેન્ટમાં એડમીન ઓફિસર તરીકે મહિને ૧૧,૦૦૦ની નોકરી મળી છે જેથી તે ખૂબ જ ખુશ છે. પાયલ જણાવે છે કે ભવિષ્યમાં તે સરકારી અધિકારી બનવા માંગે છે. હાલમાં તેના અભ્યાસનો ખર્ચ પોતે ઉઠાવી પગભર બની પોતાના વ્યક્તિત્વના વિકાસ સાથે કામનો અનુભવ મેળવવા માંગે છે.
પાયલ રોજગારી મેળવવા માંગતા યુવક-યુવતીઓને અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવા સલાહ આપે છે હાલમાં તે પોતાના સેલ્ફ ડેવલોપમેન્ટની સાથે સાથે પગભર બની છે. સારા પગારની નોકરી મેળવાથી તે અનુબંધમ પોર્ટલ માટે રાજ્ય સરકારનો આભાર મને છે.