અમિત પટેલ અંબાજી
ગુજરાતના મોખરાના અને પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં વિવિધ માઈભક્તો દ્વારા રોકડ રૂપિયા સોના ચાંદીના ઘરેણા જેવી વસ્તુઓ ભેટ ધરવામાં આવે છે ત્યારે આજે પૂનમના દિવસે અંબાજી મંદિર ખાતે અમદાવાદના માતાજીના પરમભક્ત દ્વારા 120 ગ્રામ વજન ધરાવતો સોનાનો મુગટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો.
અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે આ મંદિરમાં દેશ અને વિદેશમાંથી માતાજીના ભક્તો મંદિર ખાતે આવીને દર્શન કરીને ભેટ આપતા હોય છે ત્યારે ૧૯ ડિસેમ્બરના રોજ અંબાજી મંદિર ખાતે અમદાવાદના માઈભક્તો દ્વારા પાંચ લાખ બાવન હજાર જેટલી કિમત નો મુગટ ભેટ આપતા ટેમ્પલ ઇસ્પેક્ટર દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. મુગટનું વજન 120 ગ્રામ હતું