Breaking NewsLatest

અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વયજૂથના ૧,૦૫,૫૭૮ બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને રસીકરણથી રક્ષણ મળી રહે તે માટે તા. 3 જાન્યુઆરીથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૫ થી ૧૮ની વયના બાળકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

વેક્સિનેશન અંગે જોવા મળેલી જાગૃતિ અને ઉત્સાહને વેગ આપતાં હવે અમદાવાદ જિલ્લાના ૯ તાલુકાઓમાં ૪૦ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો અને ૦૯જેટલા સામુહિક આરોગ્ય કેન્દ્રની ૧૮૫ જેટલી સેશન સાઈટ પરથી ૧૫ થી ૧૮ની વય જૂથના બાળકોને વિનામૂલ્યે વેક્સિનમાં આવરી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કુલ ૧,૦૫,૫૭૮ જેટલા બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામા આવ્યો છે.

૧૫ થી ૧૮ ની વયજૂથના બાળકો રજીસ્ટ્રેશન કરાવીને અથવા સ્થળ પર જઈને પણ રજીસ્ટ્રેશન કરાવીને નજીકની શાળા અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી જઈને વેક્સિન લઈ શકશે એવુ આયોજન કરવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 641

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *