Breaking NewsLatest

અમદાવાદ શહેરની સુંદરતાને લાગશે ચાર ચાંદ: અમદાવાદ શહેરના વધુ ચાર તળાવ AMC ને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કરતા સીએમ વિજય રૂપાણી

ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાપાલિકાને જે ચાર તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે તેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના ચેનપુરના સર્વે નં. ૧૩૪ની ટી.પી. ૬૬, એફ.પી. ૨૦૮, ૨૧૩, ૨૨૩, ૨૨૪ પર આવેલ ૧૪,૬૯૪ ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ, અસારવાના મુઠીયા ગામના બ્લોક નં. ૦૧માં આવેલ ૪૧,૨૭૮ ચો.મી.નું તળાવ, અસારવાના નરોડાના સર્વે નં. ૪૯૩/અ ટી.પી. ૧, એફ.પી. ૪પ૯ માં આવેલ ૧,૩૧,૦૮૭ ચો.મી.નું ગામ તળાવ અને વટવાના વિંઝોલ ખાતે સર્વે નં.૩૬૩ ટી.પી. ૯૦, એફ.પી. ૮માં આવેલ ૮૧,૨૪૧ ચો.મી.નું તળાવના વિકાસ માટે અમદાવાદ મહાપાલિકાને ફાળવવા સૂચના આપી છે.

મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવશે.
મુખ્યમંત્રીશ્રીએ મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરનો જે અભિગમ અપનાવવા આહવાન કરેલું છે  આ તળાવોમાં આવું રિસાયકલ્ડ વોટર ભરીને મહાપાલિકા મુખ્યમંત્રીશ્રીના આહવાન ને સાકાર કરી શકશે.
એટલું જ નહિ, અમદાવાદ મહાનગરનું સ્યુએજ વોટર-વપરાયેલું ગંદુ પાણી એસ.ટી.પી દ્વારા શુદ્ધ કરીને આ તળાવોમાં નાખવામાં આવતાં આ તળાવો બારેય માસ ભરેલા રહેશે તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવશે
આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા તેમજ પ્રવાસન-પિકનીક માટેના પર્યાવરણપ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે.

મુખ્યમંત્રીશ્રીએ આ અગાઉ માર્ચ-ર૦ર૦માં ૪ તળાવો, જૂન અને જુલાઇ મહિનામાં ૧-૧ તળાવ અને ઓગસ્ટમાં પાંચ એમ કુલ ૧૧ તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે*
હવે આ વધુ ૦૪ તળાવો પણ અમદાવાદ મહાનગર પાલિકાને સોંપવાના નિર્ણય સાથે કુલ ૧૫ તળાવોના બ્યૂટિફિકેશન અને વિકાસથી અમદાવાદ શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગશે.
રાજ્ય સરકારે અગાઉ જે ૧૧ તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે તેમાં વેજલપુર તાલુકાના સર્વે નં. ૭૮૩ પરનું ૩૨૦૭૨ ચો.મી. ક્ષેત્રફળનું તળાવ, વટવાના સર્વે નંબર ૯૦૭ પરનું વાંદરવટ તળાવ, છારોડીના સર્વે નંબર ૨૫૧ પરનું સરકારી તળાવ, ગોતામાં સર્વે નંબર ૧ પરનું ગામ તળાવ, શીલજમાં બ્લોક નં.૮૬ પરનું સરકારી તળાવ, ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નં. ૧ માં આવેલા ૩૭૧૯૪ ચો.મી. ક્ષેત્રફળના ગામ તળાવ, અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના આંબલીના સર્વે નં.૦૪ ટી.પી. પર, એફ.પી. ૬ માં આવેલ ૨૧૨૬૫ ચો.મી. ક્ષેત્રફળનું ગામ તળાવ, ઓગણજના સર્વે નં.૦૮, ટી.પી. રર૮, એફ.પી.૮ માં આવેલ ૫૫૩૯૧ ચો.મી.નું ગામ તળાવ, ઓગણજ સર્વે નં. ૭ર૦, ટી.પી. રર૧, એફ.પી. ૧પ માં આવેલ ૨૨૯૬૬ ચો.મી.નું ગામ તળાવ, સોલા સર્વે નં.૮૩૦ ટી.પી. રર૧, એફ.પી. ૯૩૮માં આવેલ ૧પ૭૮૩ ચો.મી.નું ગામ તળાવ અને હેબતપુર બ્લોક નં.૧૧ ટી.પી. ર૧૭, એફ.પી. ૧૧માં આવેલ ૩૪૭૦ર ચો.મી.નું ગામ તળાવનો સમાવેશ થાય છે.
…….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *