અમદાવાદ: પોલીસ આ નામ સાંભળતા જ એક સમયે પરસેવો અને મગજમાં અજીબ પ્રશ્નોની હારમાળા તો આવી જ જાય અને તેમના પ્રત્યેની અલગ જ છબી તરી આવે પણ જ્યારે સેવા શાંતિ અને સુરક્ષા સાથેના લક્ષ્ય સાથે બીજાને જીવન આપનાર અનેરું સેવાકીય કાર્ય કરી જાય ત્યારે તેમના પ્રત્યે ગર્વની ભાવના પરિવર્તિત ન થાય એમાં નવાઈ નથી. આવું જ અનેરું સેવાકીય કાર્ય અમદાવાદ શહેરની દાણીલીમડા પોલીસ કર્મીઓએ કરી બતાવ્યું છે જે ખરેખર પોલીસ પ્રત્યે ગર્વની ભાવના વ્યકત કરે છે.
અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કમિશ્નર અમદાવાદ શહેરનાઓની સૂચનાથી તેમજ અધિક પોલીસ કમિશ્નર સેક્ટર – ૨તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન – ૬ના માર્ગદર્શન હેઠળ શનિવારના રોજ બપોરે કલાક 1 થી 8 વાગ્યા સુધી દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે કેન્સરગ્રસ્ત તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ઇન્ડિયન રેડ ક્રોસની અમદાવાદ શાખા ના સૌજન્યથી એક “બ્લડ ડોનેટ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પોલીસ સ્ટાફના માણસો, શાંતિ સમિતિના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો, સામાજિક સેવકો દ્વારા કુલ – ૧૧૧, બોટલોનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્ત જિંદગીથી ઝઝૂમી રહેલ કેન્સરગ્રસ્ત અને થેલેસમિયા પીડિત લોકોને આપવામાં આવશે. રક્તદાન એક મહાદાન છે ત્યારે આ પોલીસ કર્મીઓ સતત ફરજમાં કાર્યરત રહેતાની સાથે સાથે બીમારી પીડિત લોકોને જીવન આપવાનું પણ કાર્ય કરી સમાજમાં અનેરું ઉદાહરણ પૂરું પાડી લોકોના મનમાં પોલીસ પ્રત્યેની છબીને ઉજાગર કરી છે અને તેમના આ સેવાકીય ઉત્તમ કાર્ય માટે તેઓને સલામ છે.