કપિલ પટેલ દ્વારા અરવલ્લી
દૂધના ભાવવધારા સામે વિરોધ કરતાં પહેલા નીચેના મુદ્દા વો શાંતિથી વાચજો…!!
સોશિયલ મિડીયામાં ગઈકાલની આવી કાગારોળ મચી છે અને કેટલાક લોકોએ અમૂલના ભાવ વધારા સામે જાણીજોઈને બાંયો ચડાવી છે.
આ એવા લોકો છે જેમની સાત પેઢીએ ક્યારેય ભેંસના પૂંછડા નથી જોયા..
હા,
એમને મોંઘાદાટ મોબાઈલ પોસાય છે.
વિદેશની લૂંટારુ કંપનીઓના મોંઘા સૂઝ અને કપડા પોસાય છે.
ફાઈવ સ્ટાર હોટલના ડીનર કે લંચ પોસાય છે.
અરે પાનની દુકાને ઊભા ઊભા પાંચ પચ્ચીસના માવા ચાવી જાય છે. એવી આ નવરીબજારોને દૂધ વધારો નથી પોસાતો..
મારે આવા હરખપદુડાઓને કહેવું છે, કે ભાઈ તમારી સાત પેઢીમાંય કોઈએ ભેંસનું પૂંછડું જોયું છે..?
ભેંસના કયા અંગમાંથી કંઈ રીતે દૂધ આવે એ જાણો છો..?
દૂધાળા ઢોરની પરવરીશ વિશે કોઈ માહિતી છે ખરી..?
જો તમે આ ના જાણતા હો તો પ્લાસ્ટીકનો હોબાળો કરવાનો તમને કોઈ અધિકાર નથી.
ના પોસાય તો ના પીવો..કોણ આગ્રહ કરે છે..!
પણ મહેરબાની કરીને પશુપાલકોના રસ્તામાંથી હટી જાઓ..
તમને ખબર છે દૂધ કંઈ રીતે તૈયાર થાય છે..?
એક પશુપાલક સતત ચોવીસે કલાક પોતાનો પરસેવો નીચોવી નાખે છે ત્યારે માંડ સાંજે દૂધ ભેગો થાય છે. અને એ દૂધમાંથી જ એના કુટુંબનું ભરણપોષણ ચાલે છે.
આંતરિયાળ વગડે એકલો અટૂલો ઢોર ઢાંખર સાથે પડ્યો રહે છે, ઢોરના મળમૂત્ર ઉપાડે છે અને આખો દિવસ ઢોર સાથે ઢોર જેવો બની જાય ત્યારે તમારા ફ્લેટના છોકરાં દૂધ ભેગાં થાય છે.
તમારા ફ્રીજમાં દૂધ સીધેસીધું ફેક્ટરીમાંથી નથી આવતું. એના માટે પશુપાલકનું આખેંઆખું કુટુંબ નિચોવાઈ જાય છે ત્યારે તમારા તપેલામાં દૂધ પહોંચે છે.
એટલે મહેરબાની કરીને પશુપાલકનો પીછો છોડી દો, જો પશુપાલક તમારો પીછો છોડી દેશે તો દૂધ ઈતિહાસ બની જશે અને તમારાં રૂપાળાં છોકરાં રખડી પડશે.
અમૂલ તો માત્ર આદાનપ્રદાન કે વ્યવસ્થાપન કરે છે એટલે અમૂલ ઉપર પણ માછલાં ધોવાનો કોઈ અર્થ નથી. અમૂલના કોઠે તો ગ્રાહક અને પશુપાલક બન્નેનું હિત વસ્યું છે. એટલે નાહકના જ્યાં ત્યાં તૂટી ના પડો. ના પોસાય તો ના પીવો. પણ મર્યાદામાં રહો તો સારું..!
બાકી, દેશમાંથી અમૂલની બાદબાકી કરી નાખો તો તમારી પાસે કંકોડાય બચતા નથી. નસીબદાર છો કે તમને અમૂલના આશીર્વાદ મળ્યા છે. જેના કારણે કમસેકમ તમારા છોકરાને બે ટાઈમ તાજું દૂધ તો મળે છે.
ખરેખર તો તમારે આ તંત્ર અને વ્યવસ્થાપનનો આભાર માનવો જોઈએ. એના બદલે નાહકની બાંયો ચડાવો છો એ કેટલું વ્યાજબી..?
એટલે કૃપા કરી ટાઢા પડો.
સત્ય સમજો અને સ્વીકારો.
ના પોસાય તો બિનજરૂરી ખર્ચા ટાળો.
મોજ, મજા, મૉલ, મોપેડ, મોબાઈલ વગેરેમાં કંટ્રોલ કરો અને દૂધ જેવું જીવો..
કો’કના વાદે વાદે ઉપાડા ના લો..
ખુલ્લા કાન રાખીને સાંભળી લો દૂધ હજુ પણ મોંઘું થશે. પીવાની ત્રેવડ ના હોય તો છોડી દો..
છેલ્લો વિકલ્પ : ઘેર ઘેર એક બકરી પાળો. દૂધ પણ મળશે અને લીંડી પણ..!
અને આ રોજે રોજના આ લોહીઉકાળા બંધ થશે.
બકરી ફ્લેટના દશમાં માળે બાલ્કનીમાં પણ રાખી શકાય છે. એ આપની જાણ સારું..આમ
ડૉ.બાબુ પટેલે એક પોસ્ટ વાઈરલ કરી સૌને એક સંદેશો સોસીયલ મીડિયા માં વાઇરલ કરી આપ્યો હતો