કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવી શિણોલ – કેશરપુરા – કાલંજર મહાદેવને જોડતા માર્ગ માટે વિસ્તારના લોકોની વર્ષો જૂની રજૂઆતોને ધ્યાનમાં રાખી ‘મુખ્યમંત્રી સડક યોજના’ અંતર્ગત ડામર રોડ મંજૂર કરવામાં આવતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મીલીભગતના કારણે ગણતરીના દિવસોમાં રોડ તૂટવા લાગતાં વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે…
વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ વર્ષોની સતત રજૂઆતોના પગલે ડામર રોડ મંજુર કરવામાં આવ્યો,પરંતુ હજુતો ગરનાળાના કામ ચાલુ છે, ત્યારે ગણતરીના દિવસોમાં રોડ તૂટવા લાગ્યો છે તો આ રોડ કેટલા દિવસ ચાલશે તે એક મોટો સવાલ છે…? વધુ માં વિસ્તારના લોકોએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, નવીન નિર્માણ પામેલા ડામર રોડ માં ભારે ભ્રષ્ટાચાર આચ રી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું છે. ‘મુખ્યમંત્રી સડક યોજના’ અંતર્ગત નવી શિણોલ – કેશરપુરા – કાલં જર મહાદેવને જોડતા નવીન ડામર રોડના કામની લાગતા વળગતા અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરી કોન્ટ્રાકટર અને સરકારી સુપરવાઈઝર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી ક્ષતિગ્રસ્ત થયેલા રોડનું કામ ફરી કરવામાં આવે…