મોડાસાના સાકરીયાના ગ્રામજનોએ દિવ્યરથના આગમનને લઈ પુરજોશમાં તૈયારીઓ કરી હતી.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં ઉમિયા માતાજીના 10 જાન્યુઆરીથી 30 ફેબ્રુઆરી સુધી અરવલ્લી જિલ્લાના 270 ગામડામાં ઉમિયા માતાજીના દિવ્ય રથ દર્શનનો અનેરો લ્હાવો મળે તે આયોજનથી અરવલ્લી જિલ્લામાં દિવ્ય રથનો પ્રવેશ થયો હતો ત્યારે અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરિયા ગામે ઉમિયા માતાજીના રથને આવકારવા સાકરિયા ગામના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સાકરિયાના ગ્રામજનોએ ગામમાં તેમજ શેરી શેરી પર આસોપાલવના તોરણ તેમજ વિવિધ ડેકોરેશન થી સજાવીને તેમજ ગામને સ્વચ્છ બનાવી ગામને દિવ્યરથને આવકારવા થનગની રહ્યા હતા ત્યારે ઉમિયા માતાજીના દિવ્યરથનું 6 ફેબ્રુઆરી રવિવારના રોજ સાકરિયા ગામમાં ભવ્ય આગમન થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.ગામના સર્વ સમાજના લોકો ઉમિયા માતાજીના રથયાત્રામાં ડી જે ના સંગીત પર ઝૂમી ઉઠ્યા હતા અને મા ઉમિયાની પાલખી ભકતોના ઘરે ઉમિયા માતાજીની પધરામણી કરાઇ હતી. દિવ્ય રથની શોભા યાત્રામાં મહિલાઓ,યુવતીઓ,યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો મોટી સંખ્યમાં જોડાયા હતા. અને ગામમાં ધાર્મિક તેમજ ભક્તિનો માહોલ સર્જાયો હતો. અને સાકરિયા ગામમાં ઉમિયા માતાજીના આરતી કરી આરાધના કરી માતાજીના રાસગરબા રમી દિવ્યરથની શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરી હતી.