Breaking NewsLatest

અરવલ્લીમાં દ્વિતીય દિવસે ૧૩૩૯૦ વિધાર્થીઓને કોરોના સામે સુરક્ષા કવચ પુરૂ પડાયું

કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
સમગ્ર રાજયમાં સોમવારથી “૧૫ થી ૧૮ વર્ષના વય જુથના” બાળકોનું કોવિડ-૧૯ રસીકરણ ” હાથ ધરાયું છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે ૧૭૯૪૨ વિધાર્થીઓને રસીકરણથી આવરી લેવાયા હતા જયારે દ્વિતીય દિવસે ૧૩૩૯૦ કિશોર-કિશોરીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.


અરવલ્લી કલેક્ટરશ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ જીલ્લાની ૧૭૦ શાળાઓના અંદાજિત ૬૦ હજાર કરતા વધારે બાળકોને રસીકરણથી આવરી લેવા ૨૧૮થી વધુ આરોગ્યની ટીમોની રચના કરવામાં આવી છે. પ્રથમ દિવસે ૧૭૪૯૨ વિધાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું જયારે દ્વિતીય દિવસે બાયડના ૩૪૬૭, ભિલોડાના ૨૦૧૪,મોડાસાના ૩૨૦૨, ધનસુરાના ૯૬૭, મેઘરજના ૨૨૭૨ અને માલપુરના ૧૪૬૮ મળી જિલ્લાના કુલ ૧૩૩૯૦ તરુણ-તરૂણીઓનું કોવિડ-૧૯ અંતર્ગત રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ૭૧૮૦ કિશોર અને ૬૪૬૫ કિશોરીઓનું સમાવિષ્ટ થાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *