કપિલ પટેલ દ્વારા અરવલ્લી
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લીના ઉપક્રમે શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કુલ, મોડાસા ખાતે તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રાષ્ટ્રીય યુવા દિનની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી.મંત્રીશ્રી(રમતગમત) દ્વારા યુવા દિન નિમિત્તે સંબોધન(રેકોર્ડેડ વિડિયો) કરવામાં આવ્યું. મા.મુખ્ય મંત્રીશ્રી, ભુપેન્દ્રભાઇ પટેલે રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે યુવાઓને માર્ગદર્શન આપતો વીડિયો મારફત સંબોધન સાંભળવવામાં આવ્યું. .વડાપ્રધાનશ્રી, નરેન્દ્રભાઇ મોદી ધ્વારા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું વર્ચ્યુઅલ ઉદગાટન તથા યુવાનોને ઉપયોગી ઉદબોધન સાંભળવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં સ્વામિ વિવેકાનંદજીના જીવન ચરિત્ર ઉપર એક વક્તવ્ય અને એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિહાળવવામાં આવી. છેલ્લે ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય નિહાળવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના ૨૦૦ જેટલા યુવાઓને સરકારશ્રીની કોરોના ગાઇડલાઇન મુજબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં હર્ષાબેન જે. ઠાકોર જિલ્લા રમતગમત અધિકારીશ્રી,અરવલ્લી, રાકેશભાઇ એસ. પટેલ, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી, અરવલ્લી, શ્રી આર.સી.મહેતા આચાર્યશ્રી, સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કુલ, મોડાસા, કમલેશભાઇ જોષી મંત્રીશ્રી જિલ્લા વ્યાયામ મંડળ તથા શિક્ષક મિત્રો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહી વર્ચ્યુઅલ ઉજવણી કરવામાંઆવી હતી.