કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી ના મોડાસામાં છેલ્લા ૯ વર્ષ થી અવિરત પ્રકાસીત થતા સમાચાર પત્ર મુબ્તદી દ્રારા સંચાલીત મુબ્તદી ફાઉન્ડેશન દ્રારા સમાજના યુવનોને સ્પર્ધાત્મક પરિક્ષાઓ અંગે પ્રરીત કરવા માટે વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં લધુમતિ સમાજમાં થી સરકારી હોદ્દાઓ પર નિમણુંક પામેલ અધિકારીઓનું સન્માન કરી વિદ્યાર્થીઓ ને જીવંત ઉદાહરણ આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સમારંભ ની શરૂઆત કુરઆન શરીફ ની તિલાવત થી કરવામાં આવી હતી. ત્યાર બાદ સ્વાગત પ્રવચન મુબ્તદી ફાઉન્ડેશન ના મંત્રી હબીબભાઇ સુથાર દ્રારા કરવામાં આવ્યુ હતું . મેહમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કર્યા બાદ મુબ્તદી સમાચાર પત્રના ચીફ એડીટર અને ફાઉન્ડેશન ના પ્રમુખ સરફરાઝ અ.હમીદભાઇ ટીંટોઇયાએ પ્રેરક પ્રવચન આપી આવેલ વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ફાઉન્ડેશન ના સહ મંત્રી સિંકદરભાઇ કાંકરોલીયા દ્રારા પ્રાસંગીક પ્રવચન આપવામાં આવ્યુ હતું .
આવેલ મેહમાનો માં રીટાયર્ડ અધિક કલેકટર બીપીનભાઇ ભટ્ટે સરકારી નોકરીઓમાં વર્તમાન પરિસ્થિતિ અંગે વિદ્યાર્થીઓ ને વાકેફ કર્યા હતા જ્યારે મહિસાગર જિલ્લાના અધિક કલેકટર રજ્જાકભાઇ સુથારે સ્પર્ધાત્મક પરિક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. આ ઉપરાંત સીનીયર સરકારી વકીલ મહેંદ્રભાઇ ભરવાડ દ્રારા મોટીવેશનલ વક્તવ્ય આપી વિદ્યાર્થીઓમાં ના પ્રોત્સાહનમાં વધારો કર્યો હતો. જ્યારે સરકારી વકીલ માલપુર ઇમરાન ખાન બલોચ દ્રારા પ્રેરક ઉદબોધન કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત સરકારી વકીલ સલીમભાઇ દુરવેશ દ્રારા સ્વઅનુભવ રજુ કરી પ્રતિકુળ પરિસ્થિતિ ને કેવી રીતે સાનુકુળ બનાવી શકય છે તેનું વર્ણન કર્યુ હતું જ્યારે કેન્દ્ર સરકાર માં આઇ.બીમાં સેવા આપી રહેલા હારીશ શેઠે પોતાની સંઘર્ષગાથા રજુ કરી વિદ્યાર્થીઓ ને મોટીવેટ કર્યા હતા. તો વળી ચીફ મેનજર ઇન્ડસ્ટ્રીયલ બેંક આણદ નાસેહાબેન કાંકરોલીયાએ દિકરીઓને ભણાવવા પર ભાર મુક્યો હતો જ્યારે ઉષાબેન રાઠોડે ગરીબ વિદ્યાર્થીઓ ને આર્થિક મદદ કરવાની અપીલ કરી હતી .
આ કાર્યક્રમ માં કોવીડ માં મૃત્યુ પામેલા વ્યક્તિઓના બાળકો ને રાજ્ય સરકાર તરફથી સહાય ના 23 પ્રમાણ પત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. દિલીપ સિંહ બિહોલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મખદુમ હાઇસ્કુલ ના શિક્ષક સત્તાર ખલીફા દ્રારા કરવામાં આવ્યુ હતું . જ્યારે નિ:શુલ્ક માર્ગદર્શન કેંદ્ર ના સંચાલક હારીથ ખાનજી, કાર્યકરતા સીદ્દિકભાઇ તેમજ અન્ય કર્મચારીઓએ સહયોગ આપી કાર્યક્રમ ને સફળ બાનાવામાં યોગદાન આપ્યુ હતું . સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોવીડની ગાઇડ નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યુ હતું