હિન્દુ સમાજના આસ્થા કેન્દ્ર સમાન કાશીમાં આવેલ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના કોરિડોર નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતુ.જે અંતર્ગત અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના 800 ગામોમાં દિવ્ય કાશી ભવ્ય કાશી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.મોડાસામાં 13 ડિસેમ્બરે મહિલા મોરચા દ્વારા શહેરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી.અરવલ્લી જિલ્લાના તાલુકા તેમજ ગામડાઓના શિવાલયોમાં ભાજપ કાર્યકરો તેમજ ગામના ગ્રામજનો દ્વારા શિવાલયોમાં જળાભિષેક,પૂજા અને આરતી કરી દિવ્ય કાશી ભવ્ય કાશીના લોકાપર્ણની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ મોડાસાના સોસાયટી વિસ્તારના શિવાલયોમાં તેમજ જાહેર સ્થળો પર સ્ક્રીન લગાડીને લોકોને કાશીના લોકાપર્ણ નું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સાધુ સંતોને આમંત્રિત કરી કાર્યકરો દ્વારા ફૂલહાર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.અને કાશીના લોકાર્પણ નું જીવંત પ્રસારણ નિહાળીને અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે દિવ્ય કાશી ભવ્ય કાશી ના કાર્યક્રમની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.
આજથી ૨૪૧ વર્ષ પહેલાં ઇ.સ. ૧૭૮૦ માં રાણી અહલ્યાબાઈએ જેનો જીર્ણોદ્ધાર કરાવેલ તેવા હિન્દુ સમાજના આસ્થા કેન્દ્ર સમાન “કાશી વિશ્વનાથ મંદિર” જ્યારે વિશ્વપ્રસિદ્ધ ધામ બનવા જઈ રહ્યું છે ત્યારે “દિવ્ય કાશી ભવ્ય કાશી” અંતર્ગત ૧૩ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી “કાશીના કોટવાલ એવા કાલભૈરવ” ભગવાનની પૂજા કરીને “કાશી વિશ્વનાથ કોરિડોર” લોકાર્પણ સમારોહની શરૂઆત કરી હતી. તારીખ ૧૩ અને ૧૪ ડિસેમ્બર સુધી ચાલનાર આ સમારોહમાં દેશના શક્તિ કેન્દ્રોમાં આવેલ શિવાલયો સહિત દેશના પ્રસિદ્ધ શિવાલયો, મઠો, મંદિરોમાં એક જ સમયે પુજા, આરતી, અભિષેક કરવામાં આવ્યું હતું.